NavBharat
Health

Cholesterol વધવાથી થાય છે આ ગંભીર બીમારીઓ! ભૂલથી પણ ના અવગણતા

સતત વધતું કોલેસ્ટ્રોલ એ શરીર માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ તમારા લોહીમાં જોવા મળતો મીણ જેવો પદાર્થ હોય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલ વધુ પ્રમાણમાં હોય તો તેની અસર હૃદય પર પણ પડી શકે છે. એટલું જ નહીં, કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ વધવાને કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો આવો જાણીએ કે કોલેસ્ટ્રોલ વધવાથી શું સમસ્યાઓ થઈ શકે છે?

છાતીમાં દુખાવો

જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય છે, તો તેની તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે, જેને અવગણવી જોઈએ નહીં. કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયને લોહીનો સપ્લાય કરતી ધમનીઓ પર અસર થાય છે, જેના કારણે છાતીમાં દુખાવો થઈ શકે છે. તેથી જો તમારે પણ આવી સમસ્યાનો સામનો કરવો પડે તો તેને અવગણશો નહીં અને તરત જ ડૉક્ટરની મુલાકાત લઈ સલાહ લો.

હદય રોગનો હુમલો-

દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે તમારા હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. કારણ કે જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે હૃદયમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે અને હાર્ટ એટેક આવી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર-

જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગે છે. તેથી તેને અવગણશો નહીં અને ડૉક્ટરની સલાહ લો.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Related posts

શિયાળામાં સુપરફૂડ છે ખજૂર! ડાયટમાં સામેલ કરવાથી મળી શકે છે આ સ્વાસ્થ્ય સંબંધી ફાયદા

Navbharat

ઋષિકેશમાં આઇઆઇએમએસ ઇમરજન્સી વોર્ડમાં પાણી ભરાયા.

Navbharat

મિડાસ ટચ કોસ્મેટિક એન્ડ સ્કિન કેર સેન્ટરે ઓબેસિટી અને મેટાબોલિક સર્જરી ડિપાર્ટમેન્‍ટનો શુભારંભ કર્યો.

Navbharat