NavBharat
Health

આ પાંદડાઓ ડાયાબિટીસ માટે રામબાણ છે! વધી રહેલા બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં કરે છે મદદ!

સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસની સમસ્યા સામાન્ય બની રહી છે. આ એક અસાધ્ય રોગ છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જે તમારા હૃદય, આંખ, કિડની અને પછી આખા શરીરને લકવા જેવી અસર કરી શકે છે. આ રોગ શરીરને અંદરથી નબળું બનાવી દે છે. આથી આજે અમે તમને એવા જ કેટલાક પાંદડા વિશે જણાવીશું જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

લીમડાના પાન

લીમડાના પાન એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન શરીરમાં બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં મદદરૂપ શાબિત થાય છે. પ્રયાસ કરો કે સવારે ખાલી પેટ લીમડાના પાન ચાવીને ખાવો.

કઢી પત્તા

એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઈડ્સથી ભરપૂર કઢી પત્તા શરીરમાં હાઈ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી, જો તમે પણ ડાયાબિટીસથી પીડિત છો, તો દરરોજ સવારે ખાલી પેટ 6થી 8 લીલા કઢીના પાનનું સેવન કરી શકો છો.

મેથીના પાન

મેથીના પાન આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, વિટામિન A, B6 અને વિટામિન C, ફોલિક એસિડ, કોપર, પોટેશિયમ જેવા અનેક ગુણોનો ભંડાર છે. આ આપણા શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કસૂરી મેથી પણ એટલી જ ફાયદાકારક છે.

અશ્વગંધાના પાન

અશ્વગંધાના પાન કે પાંદડામાંથી બનાવેલી દવાઓ બ્લડ શુગર લેવલને જાળવી રાખે છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં અશ્વગંધા ખૂબ જ ફાયદાકારક મનાય છે. તેનો પાવડર અને ગોળીઓ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. તેમાં ઘણા મેક્રો અને માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ હોય છે, એટલું જ નહીં, આયુર્વેદ માને છે કે અશ્વગંધા એન્ટિબાયોટિક કેમિકલથી ભરપૂર છે.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Related posts

ગરમ ટી ઉપરાંત આઈસ ટી પીવાના શોખીન લોકો માટે આ છે સારા સમાચાર, જાણો ફાયદા

Navbharat

અમલીકરણના એક વર્ષમાં ABHA-આધારિત સ્કેન અને શેર સેવાનો ઉપયોગ કરીને 1 કરોડ OPD ટોકન્સ જનરેટ થયા

Navbharat

સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે હળદરવાળી ચા, રોગપ્રતિકારક શક્તિમાં પણ કરે છે વધારો!

Navbharat