NavBharat
Business

ઓટોમોબાઈલ ક્ષેત્રે થશે મોટી કમાણી, કેમ કે, આવી રહી છે આ નવી કારના અપડેટ મોડલ

ઓટોમોબાઈ ઈન્ડસ્ટ્રીમાં કારનું વેચાણ સતત વધી રહ્યું છે. દિવાળીમાં બંપર વેચાણો થયા બાદ કંપની ગ્રાહકો માટે નવા હીટ કારના મોડલ આગામી સમયમાં લાવી રહી છે. જેમાં મારુતી, હ્યુન્ડાઈ સહીતની કંપનીઓ આગામી સમયમાં નવી કારના અપડેટેડ મોડલ્સ લાવશે.

મહિન્દ્રાની SUV XUV300 ના અપડેટેડ મોડલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને એવું માનવામાં આવે છે કે તેને 2024ના પહેલા મહિનામાં ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી શકે છે. XUV300 ફેસલિફ્ટના બાહ્ય અને આંતરિક ભાગમાં સુધારેલા ફેરફારો જ નહીં, તેમની ઇંધણ કાર્યક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવી શકે છે. આ સાથે જ મહિન્દ્રાની એકમાત્ર ઇલેક્ટ્રિક SUV XUV400 પણ આવતા વર્ષની શરૂઆતમાં અપડેટ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે વધુ સારી રેન્જ અને ફીચર્સ પર ફોકસ કરવામાં આવશે. મારુતિ સુઝુકી સ્વિફ્ટના અપડેટેડ મોડલની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને એવું માનવામાં આવે છે કે તે આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. નવા પાવરફુલ એન્જીન, બહેતર માઈલેજ અને ફીચર્સ સાથે નવી પેઢીની સ્વિફ્ટમાં ઘણા કોસ્મેટિક બદલાવ જોવા મળી શકે છે.

આ સાથે જ લોકો ઘણા સમયથી આ SUVના ક્રેટાના ફેસલિફ્ટ મોડલની રાહ જોઈ રહ્યા હતા અને હવે આવતા મહિને 16મી જાન્યુઆરીએ તેનું અનાવરણ થવા જઈ રહ્યું છે. બહેતર પાવર, પર્ફોર્મન્સ, લુક-ડિઝાઈન અને ફીચર્સ સાથે, અદ્યતન ડ્રાઈવર સહાયક સિસ્ટમ નવી Creta ફેસલિફ્ટમાં જોઈ શકાય છે. કિયા મોટર્સે આ વર્ષે તેની સેલ્ટોસ એસયુવી અપડેટ કરી છે અને સોનેટના ફેસલિફ્ટેડ મોડલનું વૈશ્વિક અનાવરણ આ મહિનાની 14મી તારીખે થવાનું છે. આ પછી, તેની કિંમત જાન્યુઆરી 2024 માં જાહેર થઈ શકે છે. કિયા સોનેટ ફેસલિફ્ટ બહેતર ડિઝાઈન અને ફીચર્સ તેમજ ઘણી નવીનતા સાથે આવવા માટે તૈયાર છે અને પછી તે તેના સેગમેન્ટમાં ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકી તેમજ હ્યુન્ડાઈ મોટર્સ સાથે સ્પર્ધા કરશે.

Related posts

જુલાઈ GST કલેક્શન વાર્ષિક ધોરણે 11% વધીને રૂ. 1,65,105 કરોડ થયું છે

Navbharat

ડિસેમ્બર મહિનાની શરુઆતે શેરબજારમાં રોકાણકારોને કર્યા ખુશ, એક્ઝિટ પોલની અસરથી સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી

Navbharat

ભારતીય રૂપિયો ડોલર સામે 83.14 ના નીચલા સ્તરે પહોંચ્યો છે

Navbharat