NavBharat
Entertainment

વિકી કૌશલની સામ બહાદૂર ફિલ્મની સપ્તાહની કમાણીનો આંક કંઈક આ રીતે છે 

વિકી કૌશલ અભિનીત સામ બહાદૂર ફિલ્મ એનિમલ જબજસ્ત કમાણી કરી રહી હોવા છતા દર્શકની પસંદગીની ફિલ્મ ચોક્કસથી બની રહી છે. કેમ કે, એનિમલ જોનાર લોકોનો ધસારો મોટી સંખ્યામાં છે જ્યારે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રીલઝ થવાની હતી એ પહેલા જ મોટી સંખ્યામાં બુકિંગ નોંધાઈ ચૂક્યા હતા. અત્યારે પણ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તે જ સમયે, સામ બહાદુર પણ એનિમલના વાવાઝોડા સામે અડગ છે.

સેમ બહાદૂરે પણ એનિમલની સાથે સાથે બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે. જોકે, ફિલ્મની કમાણી ઘટી છે. કેમ કે, રણબીરની એનિમલે બોક્સ ઓફિસ પર ચાર ચાંદ લાવ્યા છે.

વિકી કૌશલની સામ બહાદુર રિલીઝના પહેલા દિવસથી જ રણબીર કપૂરની એનિમલ સાથે સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. એનિમલને મળેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે સામ બહાદુરની કમાણી પર બેશક અસર પડી છે, તેમ છતાં સામ બહાદુર ધીરે ધીરે આગળ વધી રહી છે અને 50 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આશા છે કે ફિલ્મ વીકેન્ડ સુધી આ આંકડો પાર કરી જશે. 

સામ બહાદૂર ફિલ્મનો સાત દિવસનો કમાણીનો ગ્રાફ 
સામ બહાદુર ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે. સામ બહાદુર એ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી અને પ્રથમ દિવસે 6.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જો કે, ફિલ્મે સપ્તાહના અંતે કમાણીમાં ઉછાળો આવ્યો હતો અને તેણે બીજા દિવસે 9 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને રવિવારે ફિલ્મની કમાણી 10.30 કરોડ રૂપિયા હતી. પરંતુ આ પછી સોમવારથી ફિલ્મની કમાણી સતત ઘટી રહી છે. સોમવારે સામ બહાદુરનું કલેક્શન 3.50 કરોડ હતું. મંગળવારે પણ ફિલ્મે 3.50 કરોડની કમાણી કરી હતી. બુધવારે સામ બહાદુરએ 3.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સેમ બહાદુરએ તેની રિલીઝના સાતમા દિવસે એટલે કે ગુરુવારે 3.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Related posts

KBC 15: વડોદરાના જુનિયર સ્પર્ધકે અમિતાભ બચ્ચનને પૂછ્યો તેમના ‘ક્રશ’ અંગે સવાલ તો અભિનેતાએ આપ્યો આ મજેદાર જવાબ

Navbharat

બાવળ પર વરુણ ધવન અને જાન્હવી કપૂર

Navbharat

અલિઝા ખાન કહે છે, “મેં અનુભવ્યું કે, શબ્બિર આહ્લુવાલિયા ‘સેટનો જીવ’ છે

Navbharat