NavBharat
Gujarat

અમદાવાદમાં આવતીકાલે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરિઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023’ યોજાશે, CMની હાજરીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ઉદઘાટન કરશે

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા 21 નવેમ્બર, 2023ના રોજ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ગ્લોબલ ફિશરિઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023નું ઉદઘાટન કરશે. વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 21 અને 22 નવેમ્બર, 2023 દરમિયાન બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા-2023 યોજાશે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ મત્સ્યપાલનની મૂલ્ય શ્રૃંખલામાં સામેલ હિતધારકો સાથે સંયુક્તપણે ભારતીય મત્સ્યપાલન અને જળચરઉછેર ક્ષેત્ર માટે આગળનો માર્ગ તૈયાર કરવાનો છે.

આ કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે પ્રદર્શનના ઉદઘાટન સાથે થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ઉદઘાટન સત્ર બાદ પ્રેસ કોન્ફરન્સ, આંતરરાષ્ટ્રીય ગોળમેજી અને સમાંતર ટેકનિકલ સત્રો, ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેશન્સ અને જી2જી/જી2બી તથા બી2બી દ્વિપક્ષીય કાર્યક્રમો યોજાશે. ઉદ્ઘાટન સમારંભ બાદ બે દિવસ દરમિયાન એક્ઝિબિશન સ્ટોલ અને ફૂડ મેળો તમામ મુલાકાતીઓ અને સહભાગીઓ માટે સુલભ રહેશે.

પરિષદના મહત્ત્વના કાર્યક્રમ તરીકે ફ્રાંસ, ન્યૂઝીલેન્ડ, નોર્વે, ઓસ્ટ્રેલિયા, રશિયા, સ્પેન, ઝિમ્બાબ્વે, અંગોલા, બ્રાઝિલ અને ગ્રીસ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (યુએન-એફએઓ), એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના વિદેશી મિશન સાથે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની આગેવાની હેઠળ આંતરરાષ્ટ્રીય રાઉન્ડટેબલ યોજાશે, જેમાં ડ્યુશ જેસેલ્સચાફ્ટ ફુર ઇન્ટરનેશનલે ઝુસામ્મેનાર્બિટ (જીઆઇઝેડ), બંગાળની ખાડી કાર્યક્રમ (બીઓબીપી), મરીન સ્ટુઅર્ડશિપ કાઉન્સિલ ઇન્ડિયા (એમએસસી ઇન્ડિયા) સહિત અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં મંત્રીઓ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, ગોવા અને આંધ્રપ્રદેશનાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં મંત્રીઓ તેમ જ મત્સ્યપાલન વિભાગ (જીઓઆઇ), રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ (એનએફડીબી), રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોનાં મત્સ્યપાલન વિભાગ અને મત્સ્યપાલન સંસ્થાઓનાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. આંતરરાષ્ટ્રીય ગોળમેજી પરિષદનો ઉદ્દેશ માછીમારીની સ્થાયી પદ્ધતિઓ, જળચરઉછેર ટેકનોલોજી અને સંસાધન વ્યવસ્થાપન પર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મંત્રાલયો, સંશોધન સંસ્થાઓ સાથે જોડાણની ચર્ચા કરવાનો છે.

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 એ એક અનન્ય તક છે, જે વિવિધ હિસ્સેદારોને એક જ સ્થળે પ્લેટફોર્મ પર લાવવાની અપેક્ષા રાખે છે. બે દિવસ દરમિયાન 5000થી વધુ સહભાગીઓ બહુવિધ સત્રોમાં સહભાગી બનશે તથા વિચારપ્રેરક ચર્ચાઓ અને વિચાર-વિમર્શમાં રોકાયેલા રહેશે. ટેકનિકલ સત્રો અને ઉદ્યોગ સાથે જોડાણ સત્રો માટે કુલ મળીને દસ સત્રોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સરકાર-થી-સરકાર (જી2જી)/ગવર્મેન્ટ-ટુ-બિઝનેસ (જી2બી) અને બિઝનેસ-ટુ-બિઝનેસ (બી2બી) માટે ઓપન ફોરમનું આયોજન કરવામાં આવશે.

ઇનલેન્ડ એક્વાકલ્ચર, કોસ્ટલ એક્વાકલ્ચર અને મેરિકલ્ચર, ડીપ સી ફિશિંગ, સસ્ટેઇનેબલ એક્વા ફીડ, માછલીનું સ્વાસ્થ્ય વ્યવસ્થાપન, નવીનતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓ, નવી અને ઉભરતી ટેકનોલોજી વગેરેમાં પડકારો અને તકો સાથે સંબંધિત મત્સ્યપાલન ક્ષેત્રમાં ટ્રેન્ડિંગ વિષયોની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ ટેકનિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ઔદ્યોગિક જોડાણ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં વેપાર અને ઔદ્યોગિક સંસ્થાઓને એક મંચ પર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી બજારની સૂઝ, પ્રવાહો, તકો અને પડકારો વહેંચી શકાય અને સાથે-સાથે નેટવર્કિંગ અને સહયોગ/ભાગીદારીને પ્રોત્સાહન મળી શકે.

Related posts

વરુણ ધવન એ EatFitના સહયોગથી પોતાની સૌપ્રથમ રેસ્ટોરન્ટ Dil Se EatFit અમદાવાદમાં ખોલી

Navbharat

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશનની માફક કામ કરવા કલેકટર્સ-ડીડીઓને અનુરોધ

Navbharat

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં વધુ ૧૧૧૩ કરોડ રૂપિયાના રોકાણો માટે વધુ ૪ MoU થયાં

Navbharat