NavBharat
Entertainment

રૂવાંટા ઊભા કરે એવી ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત સીરીઝ ‘ધ રેલવે મેન’નું ટ્રેલર થયું રિલીઝ

ભોપાલ ગેસ દુર્ઘટના એ એવો અકસ્માત અને ત્રાસદી હતી કે જેણે લોકો ક્યારે ભૂલી શકશે નહીં. વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં સામેલ આ દુર્ઘટનાએ ભોપાલને રાતોરાત કબ્રસ્તાનમાં બદલી નાખ્યું હતું. હવે આ ભોપાલ ગેસ દુર્ઘટના પર એક વેબ સિરીઝ ‘ધ રેલવે મેન’ આવી રહી છે. થોડા દિવસો પહેલા આ વેબ સીરીઝનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ સીરીઝ ચર્ચામાં છે. ત્યારે હવે આજે આ સીરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જે ખૂબ જ ચોંકાવનારું છે.

રૂવાંટા ઊભા કરી દેશે વાર્તા

2 ડિસેમ્બર, 1984ના રોજ ભોપાલમાં પેસ્ટીસાઇડ પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક ​​થયો હતો, જેના કારણે લગભગ બે હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત, શહેરના લાખો કર્મચારીઓ અને લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. હવે OTT પ્લેટફોર્મ આ રૂવાંટા ઊભા કરે એવા અકસ્માત પર વેબ સિરીઝ લાવી રહ્યું છે.

અનુભવી કલાકારોનો સમાવેશ

‘ધ રેલવે મેન’ એક થ્રિલર સિરીઝ છે, જેમાં એવા હીરોની વાર્તા બતાવવામાં આવશે જેમણે ભોપાલના લોકોની મદદ માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ શ્રેણી એવા નાયકો વિશે વાત કરે છે જેમની બહાદુરી વિશે વાત કરવામાં આવતી નથી. ‘ધ રેલવે મેન’માં કેકે મેનન, દિવ્યેન્દુ શર્મા, બાબિલ ખાન અને આર માધવન જેવા અનુભવી કલાકારોનો સમાવેશ થાય છે.

ક્યારે અને ક્યાં રિલીઝ થશે?

‘ધ રેલવે મેન’ની ગંભીર વાર્તા સ્પષ્ટપણે ભોપાલ ગેસ દુર્ઘટનાની તે ભયાનક રાતની ઝલક દર્શાવે છે. ‘ધ રેલવે મેન’ તહેવારના અવસર પર રિલીઝ થઈ રહી છે. આ સીરીઝ 18 નવેમ્બર 2023ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

Related posts

રોડીઝ રોસ્ટેલે સોનુ સૂદ સાથે અમદાવાદમાં તેનો પ્રથમ થીમ આધારિત પ્રયોગાત્મક રિસોર્ટ ખોલ્યો

Navbharat

IMDb એ 2023 ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સની ઘોષણા કરી

Navbharat

બીજું સપ્તાહ વિક્કી કૌશલની ફિલ્મ સામ બહાદૂરને ખૂબ ફળ્યું, 10માં દિવસે પણ સારી એવી કમાણી 

Navbharat