અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઝોરમ’ની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ થ્રિલર ડ્રામા ફિલ્મ નિર્માતાઓએ થોડા દિવસ પહેલા જ તેની રિલીઝ ડેટ જાહેર કરી હતી. હવે તેના ટીઝરને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મનું ટીઝર શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. મનોજ બાજપેયીએ પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ થકી તેના ટીઝર વિશે ફેન્સ સાથે માહિતી શેર કરી છે.
રિલીઝ થયું ધાશું ટીઝર
આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહેલા દર્શકોને જણાવી દઈએ કે આજે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. મનોજ બાજપેયીએ પોતાના એક્સ એકાઉન્ટ પર આ અંગે એક પોસ્ટ કરી વીડિયો શેર કર્યો છે. તેની સાથે લખ્યું છે કે, ‘ફિલ્મ ‘જોરમ’નું ટીઝર આજે રિલીઝ થયું છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મમાં એક્શન અને થ્રિલનો પૂરેપૂરો ડોઝ હશે. વીડિયોના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, ‘માઓવાદીઓ બોમ્બે પહોંચી ગયા છે. કંઈ પણ થઇ શકે છે’.
આ તારીખે રિલીઝ થશે ફિલ્મ
આ પોસ્ટ શેર કરતાં મનોજ બાજપેયીએ લખ્યું છે કે, ‘અસ્તિત્વ એક રેસ છે, અને તે પોતાના ભૂતકાળથી દોડી રહ્યો છે. એપિક થ્રિલર માટે તૈયાર થાઓ! ‘જોરમ’ને સમગ્ર વિશ્વમાંથી પ્રેમ મળ્યો છે અને તે તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ આવતા મહિનાની 8મી તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દેવાશિષ માખીજા દ્વારા નિર્દેશિત આ સર્વાઇવલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી ઉપરાંત મોહમ્મદ જીશાન અયુબ, રાજશ્રી દેશપાંડે, તનિષ્ઠા ચેટર્જી અને સ્મિતા તાંબે પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.