NavBharat
Entertainment

અક્ષય કુમાર અને ટાઈગરની ફિલ્મનું ટીઝર થશે રીલીઝ, બડે મિયાં અને છોટે મિયાં અદભૂત એક્શનમાં આવશે નજર 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના કેટલાક પોસ્ટર્સ તેમજ ફોટો સામે આવ્યા છે ત્યારથી દર્શકોમાં આ ફિલ્મને લઈને ઉત્સાહ ઘણો વધી રહ્યો છે. 
ખાસ કરીને આ ફિલ્મમાં બન્ને અભિનેતાઓ મારધાડ એક્શનમાં જોવા મળશે. બન્નેની એક સાથે પ્રથમ વખત ફિલ્મ આવી રહી છે. અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ 
ફિલ્મનું ટીઝર ગણતંત્ર દિવસ દરમિયાન રિલીઝ કરવામાં આવશે. દર્શકો ફિલ્મનું ટીઝર નિહાળવા કરતાં ફિલ્મની ટીમ ટીઝર રિલીઝ કરવા માટે વધુ ઉત્સુક છે. 
આ ફિલ્મ 1998માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને ગોવિંદા સ્ટારર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની રિમેક છે.

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ટૂંક સમયમાં સિનેમામાં રીલીઝ થશે પરંતુ એ પહેલા દમદામ ટીઝર અને ટ્રેલર જોવા 
મળશે.  ખાસ કરીને એક્શન જોવા માટે ચાહકો વધુ ઉત્સુક છે કેમ કે, બન્ને કરાંટેમાં માસ્ટર છે આ સાથે આ બન્ને અભિનેતાઓ ફિટનેસના મામલામાં અન્ય માટે ઉદાહરણ છે 
ત્યારે બન્નેને એક સાથે જોવા દર્શકો માટે લ્હાવો હશે.

 અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તેમણે લખી છે. જ્યારે વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મહેરા અને અલી અબ્બાસ ઝફરે 
ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ ઈદ 2024 દરમિયાન પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટીઝર ગણતંત્ર દિવસ દરમિયાન રિલીઝ કરવામાં આવશે. દર્શકો ફિલ્મનું ટીઝર નિહાળવા કરતાં ફિલ્મની ટીમ ટીઝર રિલીઝ 
કરવા માટે વધુ ઉત્સુક છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, બડે મિયાં છોટે મિયાંમાં બન્નેનો અલગ અંદાજ એક્શનમાં જોવા મળશે. 
બોલિવૂડના ખેલાડીઓ એટલે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થશે.

Related posts

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સપ્ટેમ્બરમાં તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખતા ગર્ભાવસ્થાની જાહેરાત કરી

Navbharat

સપ્તક મ્યુઝિકલ શો-2024

Navbharat

રિતિકની ફિલ્મ ફાઈટરમાં અનિલ કપૂરનો કંઈક આવો હશે અંદાજ, ફર્સ્ટ લૂક થયો વાયરલ 

Navbharat