NavBharat
Sport

શ્રીલંકન ટીમે તેમના સુપરફેન ‘અંકલ પર્સી’ને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ

આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની 33મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાની ટીમ હાથ પર કાળી પટ્ટી મેદાન પર ઉતરી છે. શ્રીલંકાએ સુપરફેન પર્સી અબેસેકેરાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવું કર્યું છે. લાંબી માંદગી બાદ પર્સી એબેસેકેરાનું સોમવારે 87 વર્ષની વયે અવસાન થયું હતું.

જણાવી દઈએ કે, શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે તેના X હેન્ડલ પર આ અંગે એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે શ્રીલંકાના ખેલાડીઓ કાળા હાથની પટ્ટી પહેરશે અને ટીમના સુપરફેન દિવંગત પર્સી અબેસેકેરાને શ્રદ્ધાંજલિ આપશે. બોર્ડે વધુમાં લખ્યું કે, “શ્રીલંકાના ખેલાડીઓ બ્લેક આર્મબેન્ડ પહેરશે. શ્રીલંકાના ખેલાડીઓ ટીમના સુપરફેન દિવંગત પર્સી અબેસેકેરાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સામેની મેચ દરમિયાન બ્લેક આર્મબેન્ડ પહેરશે.”

અન્ય દેશોમાં પણ લોકપ્રિય

બોર્ડે આગળ લખ્યું કે, “શ્રીલંકામાં ક્રિકેટની રમતનો અબેસેકેરા એક અભિન્ન ભાગ હતા અને ખેલાડીઓને સમર્થન અને તેમણે પ્રોત્સાહિત કરવામાં સ્ટેન્ડથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનો વિરાટ વારસો શ્રીલંકાની બહાર વિસ્તરે છે અને તેમનું નામ ક્રિકેટ પ્રેમીઓમાં પ્રેમપૂર્વક યાદ કરવામાં આવશે.”

1996ના વર્લ્ડ કપથી મળી હતી લોકપ્રિયતા

જણાવી દઈએ કે, ચાહકો પર્સી એબેસેકેરાને ‘અંકલ પર્સી’ તરીકે ઓળખે છે. તે શ્રીલંકાની ટીમને સપોર્ટ કરવા માટે મેદાન પર દેશનો ધ્વજ લહેરાવવા માટે પ્રખ્યાત હતા. 1979ના વિશ્વકપ બાદ શ્રીલંકાની લગભગ તમામ મેચોમાં તે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકાની દરેક મેચ દરમિયાન અબેસેકેરા શ્રીલંકાના મોટો ધ્વજ લહેરાવતા, ખેલાડીઓની પીઠ થપથપાવવા અને ખેલાડીઓની સાથે ડ્રેસિંગ રૂમમાં જવા માટે પણ પ્રખ્યાત હતા.

Related posts

વર્લ્ડ કપ માટે ભારતની ટીમ: રાહુલ અને સૂર્યાની 15 સભ્યોની ટીમમાં પસંદગી

Navbharat

NZ Vs SL: ટ્રેન્ટ બોલ્ટ સામે શ્રીલંકાના બેટ્સમેન ઘૂંટણીએ! વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, બન્યો નંબર 1 કીવી બોલર

Navbharat

વિરાટ કોહલીની ટીકા કરવા બદલ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝને આ ઇંગ્લિશ ખેલાડીએ લગાવી ફટકાર, લખ્યું- શું બકવાસ છે…!

Navbharat