NavBharat
Entertainment

સાલારના ટ્રેલરને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ, 14 મિલિયનથી વધુ લોકોએ એક જ દિવસમાં જોયું

સાલરના ટ્રેલરને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ રિલીઝ થઈ ગયું છે. ગઈકાલે રીલીઝ થયેલા ટ્રેલરને 14 મિલિયનથી વધુ લોકોએ જોયું છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલરમાં પ્રભાસનો ડેશિંગ અવતાર જોવા મળી શકે છે. ટીઝરમાં પણ એક્ટર અલગ જ અવતારમાં જોવા મળ્યો હતો. 

સાલાર ફિલ્મને લઈને દર્શકોને ઘણી મોટી આશાઓ છે. ખાસ કરીને પ્રભાસથી કેમ કે, પ્રભાસનું ફેન ફોલોવિંગ ઘણું મોટું છે. તેની આ ફિલ્મ અગાઉ રીલીઝ થવાની હતી પરંતુ થઈ શકી નહોતી.

3 મિનિટ 47 સેકન્ડના રન ટાઈમ સાથે ફિલ્મનો જબરદસ્ત પ્રોમો જોવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ કે જેમાં તેમાં પ્રભાસ, શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ જેવા કલાકારોનો સમાવેશ થાય છે. તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં આવતી આ ફિલ્મની ટક્કર શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ સાથે થશે.

સાલાર બે મિત્રોની વાર્તા છે જે સૌથી મોટા દુશ્મન બની જાય છે. મિત્રતા એ સાલારની મૂળ ભાવના છે. સાલાર ભાગ 1 – યુદ્ધવિરામમાં અડધી વાર્તા છે. મિત્રોની આ સફર અમે બે ફિલ્મો દ્વારા બતાવવા જઈ રહ્યા છીએ. પ્રેક્ષકોને સાલાર ટ્રેલરમાં અમે બનાવેલી દુનિયાની ઝલક જોવા મળશે.

ફિલ્મ પ્રભાસ માટે આ એક મહાન માઈલસ્ટોન સાબિત થવા જઈ રહ્યું છે. કારણ કે આ પહેલા આવેલી તેની તમામ ફિલ્મો ફ્લોપ રહી છે. બાહુબલીથી ચમકનાર પ્રભાસ ફરી પોતાના અભિનયથી દર્શકોને દિવાના નથી બનાવી શક્યો પરંતુ આશા છે કે તે ‘સાલાર’ સાથે ચોક્કસ કરિશ્મા કરી શકશે.

ખાસ કરીને આ ફિલ્મને લઈને તમામ દર્શકોમાં ખુશી જોવા મળી રહી છે. પ્રભાસ, શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ જેવા કલાકારોનો અલગ લૂકમાં આ ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં જ ઘણી બાબતો જોવા મળી છે.

Related posts

વિક્રાંત મેસીની ’12th Fail’એ સ્પર્શ કર્યો કમાણીનો આ જાદુઈ આંકડો, જાણું કેટલું રહ્યું કલેક્શન?

Navbharat

વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર રિલીઝના પહેલા જ દિવસે ઓનલાઈન લીક

Navbharat

ફરહાન અખ્તરે ડોન 3ના નવા યુગની જાહેરાત કરી

Navbharat