NavBharat
Politics/National

દિલ્હીમાં ઓડ-ઈવન સ્કીમ હાલ પુરતી મુલતવી, પર્યાવરણમંત્રીએ કહ્યું- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થશે લાગૂ!

શિયાળા દરમિયાન રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા હવા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર દ્વારા ઓડ-ઇવન સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. જો કે, બુધવારે દિલ્હી સરકારે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની સમીક્ષા બાદ રાજધાનીમાં ઓડ-ઇવન સ્કીમ લાગૂ કરવામાં આવશે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિકાગો યુનિવર્સિટી અને દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી દ્વારા આ યોજના અંગે કરવામાં આવેલા અભ્યાસના પરિણામો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે. સુપ્રીમ કોર્ટ તેની સમીક્ષા કરશે. તેમના આદેશ બાદ પણ તેના અમલ માટે વિચારણા કરવામાં આવશે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, હવે આ કેસમાં આગામી સુનાવણી શુક્રવારે થશે. તમને જણાવી દઈએ કે, મંગળવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે રાજધાનીમાં પ્રદૂષણને રોકવા માટે તેમની ઓડ-ઇવન યોજના કેટલી અસરકારક છે અને શું તેના પર કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે નહીં? તેના જવાબમાં દિલ્હી સરકાર ઉપરોક્ત બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ અભ્યાસને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે. તમને જણાવી દઈએ કે, ગોપાલ રાયે અગાઉ દિવાળી પછી 13 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી રાજધાનીમાં ઓડ-ઈવન સ્કીમ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત એકી દિવસોમાં માત્ર એકી નંબરવાળા વાહનોને જ ચલાવવાની છૂટ છે અને બેકી નંબરવાળા વાહનોને બેકી દિવસોમાં ચલાવવાની છૂટ છે.

Related posts

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી (PACS) દ્વારા કોમન સર્વિસ સેન્ટર (CSC) સેવાઓ શરૂ કરવા અંગેના રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું

Navbharat

મહારાષ્ટ્રની રાજનીતિ

Navbharat

39 પાર્ટીની બેઠકમાં પીએમ મોદીએ ઓપ્ન પર કર્યો હુમલો, કહ્યું- દેશને એનડીએ પર ભરોસો

Navbharat