NavBharat
Politics/National

રાજસ્થાનમાં વિધાનસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તેવી શક્યતા

ભાજપ દ્વારા નિરીક્ષકોની ટીમને રાજસ્થાનમાં મોકલવામાં આવશે ત્યારબાદ વિધાનસભ્ય દળની બેઠક થશે અને તેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપે રાજસ્થાનમાં મોટી જીત મેળવી છે કેમ કે, અગાઉ કોંગ્રેસની સત્તા હતી ત્યારે હવે રાજસ્થાનમાં ભાજપે બહુમતી મેળવતા જલદી જ સીએમના નામની ઘોષણા કરવામાં આવશે. એવી ધારણા છે કે રાજસ્થાનમાં યોજાનારી ધારાસભ્ય દળની બેઠકની સાથે આજે નિરીક્ષકોના નામ પણ નક્કી કરવામાં આવશે.

રાજસ્થાનમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ સ્પષ્ટ નથી. સીએમ પદની રેસમાં અનેક નામોની ચર્ચા થઈ રહી છે. ચૂંટણીના પરિણામો આવ્યાને ચાર દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીનું નામ નક્કી થયું નથી. આ અંગે ચર્ચા કરવા માટે દિલ્હીમાં બેઠક ચાલી રહી છે. પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ દિલ્હીમાં જ છે. દિલ્હીથી ફોન આવ્યા બાદ વસુંધરા રાજે બુધવારે રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા અને હજુ પણ ત્યાં જ છે. જેથી ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. 

શુક્રવાર સાંજ સુધીમાં નિરીક્ષકોના નામ નક્કી થઈ શકે છે. રવિવાર સુધી ધારાસભ્ય દળની બેઠક થઈ શકે છે. ધારાસભ્યોને સમય આવ્યે આ અંગે માહિતી મળશે. જો કે, એ પહેલા દિલ્હીમાં બેઠક ગઈકાલે મળી હતી અને આ બેઠક લગભગ 1 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. બેઠક બાદ રાજે મીડિયા સાથે વાત કર્યા વગર જ નીકળી ગયા હતા. આ બધાની વચ્ચે આજે ભાજપના નિરીક્ષકો જયપુર આવી રહ્યા છે, ત્યારબાદ ત્યાં વિધાનસભ્ય દળની બેઠક થશે અને તેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

આ નામોની છે ચર્ચા 
રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ટોચના પદના દાવેદારોમાં નામ ધરાવે છે. આ સિવાય બાબા બાલકનાથ, દિયા કુમારી, ઓમ બિરલા અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામની પણ ચર્ચા થઈ રહી છે.

Related posts

મણિપુર સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે બધાએ પ્રયાસ કરવો પડશેઃ અધીર ચૌધરી

Navbharat

‘મણિપુરની ઘટના ખૂબ જ દુઃખદ છે,’ બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ કહે છે

Navbharat

પૂર્વ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્યની ચૂંટણી નહીં લડે

Navbharat