NavBharat
Politics/National

ચૂંટણીઓના પરીણામો બાદ પણ બજાર ઝૂમી ઉઠ્યું – શેર બજારમાં સતત તેજીનો માહોલ બરકરાર 

Rajasthan Lok Sabha Election 2023

ચૂંટણીઓના પરીણામો બાદ પણ બજાર ઝૂમી ઉઠ્યું છે. શેર બજારમાં સતત તેજીનો માહોલ બરકરાર જોવા મળી રહ્યો છે. ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી આજે ગ્રીન સિગ્નલ પર ખૂલ્યા હતા. આ સપ્તાહ શેર બજાર માટે ઘણું સારું સાબિત થયું છે. 

શેર બજારમાં તેજીનો માહોલ સતત બરકરરા જોવા મળી રહ્યો છે. ત્રણ રાજ્યોના પરીણામો બાદ અને પરીણામ પહેલા એક્ઝિટ પોલના આંકડાથી જ આ તેજી બરકરાર જોવા મળી રહી છે. સવારે 10 વાગે સેન્સક્સના આંકડા પ્રમાણે બજાર 69,200થી વધુ ગ્રીન સિગ્નલ પર જોવા મળી રહ્યો છે. આ જ રીતે નિફ્ટીમાં પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટીનો આંક 20700થી ઉપર ગ્રીન સિગ્નલ પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. 

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતથી ઉત્સાહિત સ્થાનિક શેરબજારોમાં તેજી રહી હતી. BSE સેન્સેક્સ રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. વિશ્લેષકોના મતે ગયા અઠવાડિયે સારી જીડીપીના કારણે સેન્ટિમેન્ટ વધુ મજબૂત બન્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ 418.90 પોઈન્ટના વધારા સાથે 20,686.80 પોઈન્ટની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સમાં 1.19 ટકાનો વધારો નોંધાયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 1.20 ટકા વધ્યો છે. 

બજારમાં સર્વાંગી તેજીના આ સમયગાળામાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ વેલ્યુએશન રૂ. 5.81 લાખ કરોડ વધીને રૂ. 343.48 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. મોટાભાગના શેરોનું પ્રતિનિધિત્વ કરતો BSE મિડકેપ ઇન્ડેક્સ 1.19 ટકા વધ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સ 1.20 ટકા વધ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તમામ ઉદ્યોગ સેગમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી હતી જેમાં તેલ અને ગેસ ક્ષેત્ર 3.77 ટકા વૃદ્ધિ સાથે મોખરે હતું.

ખાસ કરીને ચૂંટણીના પરીણામોની અસર શેર બજાર પર પણ જોવા મળી રહી છે. ત્યારે આ ચૂંટણીના પરીણામોમાં ભાજપને ત્રણ રાજ્યોમાં બહુમતી મળી હતી ત્યારે 2024 સુધી આ માહોલ બરકરાર રહેશે.

Related posts

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Navbharat

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ, હરિયાણા, પંજાબ તથા હિમાચલ પ્રદેશના રાજ્યપાલો અને હરિયાણાના કૃષિમંત્રી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ અને ગુરુકુળની મુલાકાતે

Navbharat

પીએમ મોદીએ અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો

Navbharat