NavBharat
Spiritual

ધનતેરસ પર યમરાજની પૂજાનું પણ મહત્ત્વ! શા માટે પ્રગટાવવામાં આવે છે યમદીપમ? જાણો તેની રીત અને શુભ સમય

હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્ત્વ છે. ધનતેરસથી દિવાળીનો તહેવાર પણ શરૂ થાય છે. ધનતેરસ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઊજવવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસની સાંજે માતા લક્ષ્મીજી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે અને સાથે જ યમરાજની પણ પૂજા કરવાનું વિશષ મહત્ત્વ છે. તેમના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ધનતેરસ પર યમરાજનો દીપક પ્રગટાવવાનું મહત્ત્વ, શુભ સમય અને સાચી રીત વિશે…

દીવો પ્રગટાવવાનું કારણ

પૌરાણિક માન્યતાઓ મુજબ, ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા કહેવાતા યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. તેમ જ સાંજના સમયે દક્ષિણ દિશામાં ચારમુખી યમદીપ પ્રગટાવવામાં આવે છે. કારણ કે, જ્યોતિષમાં દક્ષિણ દિશાને ભગવાન યમરાજની દિશા માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, ધનતેરસ પર જો યમનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવામાં આવે તો ભગવાન યમરાજ પ્રસન્ન થાય છે. પરિવારના સભ્યોની સુરક્ષા માટે ધનતેરસના દિવસે ઘરની બહાર ભગવાન યમરાજ માટે આ દીવો પ્રગટાવવામાં આવે છે. તેને યમરાજ માટે દીપદાન અથવા યમ દીપમ પણ કહેવામાં આવે છે.

શુભ સમય

ધનતેરસના દિવસે યમરાજનો દીપક પ્રગટાવવા માટે સાંજનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનતેરસ પર યમ દીપમ પ્રગટાવવાનો શુભ સમય સાંજે 05:30થી 06:49 સુધીનો રહેશે. યમ દીપમ પ્રગટાવવા માટે લોટનો ચાર બાજુનો દીવો કરો, હવે તેમાં સરસવનું તેલ નાખો. આ પછી આ લોટના દીવામાં ચાર વાટ લગાવો અને ઘરની બહાર દક્ષિણ દિશામાં મુખ કરીને પ્રગટાવો. તેનાથી સમગ્ર પરિવારમાં આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ આવે છે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

નેશનલ મીડિયા કોન્ફરન્સ – 2023 વિષય: “ગ્લોબલ પીસ એન્ડ હાર્મની માટે એમ્પાવર્ડ મીડિયા” 8 થી 12 સપ્ટેમ્બર 2023

Navbharat

આ થયું,આ બાકી છે-બધું છોડો,પળમાં જીવો!

Navbharat

તમામ રાશિચક્ર માટે જ્યોતિષીય આગાહીઓ તપાસો અપડેટ કરેલ: 10 નવેમ્બર, 2022

Navbharat