NavBharat
Politics/National

AAPના આ મહિલા MLA ઉમેદવારનો ડાન્સ વીડિયો વાયરલ થતા મચ્યો ખળભળાટ!

મધ્યપ્રદેશ સહિત દેશના 5 રાજ્યોમાં હાલ વિધાનસભા ચૂંટણીનો માહોલ છે. જો કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિજોરમમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે રાજસ્થાન અને તેલંગાનામાં ચૂંટણી થવાની બાકી છે. તમામ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર કરવામાં આવશે. દરમિયાન, મધ્યપ્રદેશની દમોહ સીટ પરથી ચૂંટણી લડનાર એક ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ MLA ઉમેદવાર આમ આદમી પાર્ટીના ચાહત પાંડે છે. જે એક ટીવી એક્ટ્રેસ છે અને તેમનો એક ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેના કારણે તેઓ ચર્ચામાં છે. વીડિયોમાં ચાહત પાંડે ટીવીની સામે ‘સિટ્ટી બજાયે’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો અને લોકોએ તેમના આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેમની ટીકા કરી રહ્યા છે.

કોણ છે ચાહત પાંડે?

જાણાવી દઈએ કે, મુંબઈમાં રહેતી ચાહત પાંડે એક ટીવી કલાકાર છે અને તે દમોહથી છે. તેમણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે 17 વર્ષની ઉંમરે ટીવી શો પવિત્ર બંધનથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે તેનાલીરામન, રાધા કૃષ્ણન, સાવધાન ઈન્ડિયા, નાગિન-2, દુર્ગા-માતા કી છાયા, અલાદ્દીન અને ક્રાઈમ પેટ્રોલ સહિતની ઘણી સિરિયલોમાં જોવા મળી છે.

આપના ધારાસભ્ય ઉમેદવાર

હાલમાં ચાહત પાંડે દમોહમાં AAP પાર્ટીના વિધાયક ઉમેદવાર છે. ચાહત આ વર્ષે જૂનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીએ દમોહથી ચાહતને ભાજપના વરિષ્ઠ નેતા જયંત મલાઈયા સામે મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અજય ટંડન પણ આ ત્રિકોણીય હરિફાઈમાં સામેલ છે. ચાહતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે આ વીડિયો થોડા સમય પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે જે હવે વાયરલ થયો છે.

Related posts

રાજ્ય સરકારે સહકારી મંડળીની નોંધણી સરળ રીતે થાય એ માટે ઓનલાઈન પ્રકિયા શરૂ કરી – મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Navbharat

રાષ્ટ્રપતિ મુર્મુએ કાયદાના વિદ્યાર્થીઓને બિનસેવાહીત, વંચિતોની સેવા કરવા વિનંતી કરી

Navbharat

પ્રધાનમંત્રી શ્રીએ મધ્યપ્રદેશ રોજગાર મેળાને સંબોધન કર્યું

Navbharat