NavBharat
Gujarat

રાજસ્થાનના ઉદયપુરમાં 13 વર્ષ પહેલા ગુન્હો આચરી નાસતો ફરતો આરોપી મોડાસાથી ઝડપાયો

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર રાજ્ય અને રાજ્ય બહાર ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. જિલ્લા એસઓજી પોલીસે રાજસ્થાનના ઉદયપુર શહેરના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ અગાઉ અકસ્માતનો ગુન્હો કરી નાસતા ફરતા મોડાસા શહેરના આરિફ ઇપ્રોલિયા નામના આરોપીને દબોચી લઇ અટક કરી રાજસ્થાન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી છે.

અરવલ્લી જિલ્લા એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ઉદેપુર શહેરના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષ અગાઉ ગુન્હાનો આરોપી આરિફ ગુલામ મોહમ્મદ ઇપ્રોલિયા (રહે. આસિયાના સોસાયટી અને હાલ ભાગે ફિરદોષ સોસાયટી)માં રહેતો હોવાની અને આરોપી ઘરે હોવાની બાતમી મળતા એસઓજી પોલીસની ટીમ તાબડતોડ આરિફ ઇપ્રોલિયાના ઘરે ત્રાટકી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડતા આરોપી અને તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. 13 વર્ષ અગાઉ ગુન્હા અંગે આરોપી અને તેનો પરિવાર પણ ભૂલી ગયો હોય તેમ બિંદાસ્ત રહેતો હોવાથી આરિફ ઇપ્રોલિયાના મોતિયા મરી ગયા હતા. એસઓજી પોલીસે આરિફ ઇપ્રોલિયાની અટકાયત કરી રાજસ્થાન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી.

Related posts

વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મળશે સપોર્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ i-Hub કોમ્પલેક્સનું કરશે લોકાર્પણ

Navbharat

ગુજરાતમાં આવતીકાલે તા.૧૬ ઓક્ટોબરે ‘Large Scale Testing of Cell Broadcast’ અંતગર્ત

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક

Navbharat