આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ટાટાએ તૈયારી દર્શાવી છે. ટાટા ગ્રુપ આ પ્લાન્ટ માટે રૂ. 40,000 કરોડનું રોકાણ કરવા માંગે છે. ખાસ કરીને ટાટાના વિવિધ ક્ષેત્રની અંદર મોટા બિઝનેસ છે ત્યારે ટાટા ગ્રુપનો વિવિધ પ્લાન્ટ છે ટાટા ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ સ્થાપી રહી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવા માંગે છે. વધતી માગને જોતા ચીપની જરુર આગામી સમયમાં મોટી માત્રામાં પડશે.
ટાટા ગ્રુપ આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે. ટાટા ગ્રુપ આ પ્લાન્ટ માટે રૂ. 40,000 કરોડનું રોકાણ કરવા માંગે છે. જૂથે પ્લાન્ટ સ્થાપવા માટે અરજી સબમિટ કરી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ટાટાનો આ પ્લાન્ટ રાજ્ય માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
તેમણે તેમના ટ્વીટમાં વધુમાં લખ્યું હતું કે, આસામના મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું, ‘ટાટા ગ્રુપે આસામમાં 40,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી સબમિટ કરી છે. આ ગેમ ચેન્જર સાબિત થશે. આપણા રાજ્યની કાયાપલટમાં સતત માર્ગદર્શન આપવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. થોડા મહિના પહેલા જ અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ સાણંદમાં નવી એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીના નિર્માણ માટે ટાટા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપ્યો છે. માઈક્રોન ટેક્નોલોજીએ લગભગ રૂ. 22,500 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર ચિપ એસેમ્બલી અને ટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. માઈક્રોન બે તબક્કામાં પ્લાન્ટ બનાવવા માટે $825 મિલિયન સુધીનું રોકાણ કરશે. બાકીનું રોકાણ કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી આવશે. ભારતે સેમિકન્ડક્ટર હબ બનવાની તેની સફર શરૂ કરી છે. વધતી માંગને પહોંચી વળવા ભારતને ટૂંક સમયમાં કરોડો ચિપ્સની જરૂર પડશે.