NavBharat
Business

ટાટા મોટર્સ દ્વારા ભારતની પ્રથમ એએમટી સીએનજી કાર માટે બુકિંગ શરૂ કરાયા

ભારતની અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદક ટાટા મોટર્સે ઉદ્યોગમાં પ્રથમ તેની સીએનજી કારમાં
એએમટી રજૂ કરીને દેશમાં સીએનજી સેગમેન્ટમાં ક્રાંતિ લાવી દીધી છે. કંપનીએ આજે ટિયેગો અને ટિગોર આઈસીએનજી
એએમટી માટે બુકિંગ પણ શરૂ કર્યા. સીએનજી કારમાં અત્યંત જરૂરી બૂટ સ્પેસ મુક્ત કરવા માટે ટ્વિન સિલિંડર સીએનજી
ટેકનોલોજી સમાવીને ટાટા મોટર્સે સીએનજી વાહનોમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન રજૂ કરીને નવો પ્રવાહ લાવવામાં આગેવાની કરી
છે.
ગ્રાહકો માટે આ ઉત્તમ ઓફર છે, કારણ કે આ કાર સીએનજીનું ઉત્કૃષ્ટ કિફાયતીપણું, ઓટોમેટિકની સુવિધા, સિદ્ધ શિલ્પ પર
નિર્મિત સુરક્ષાની બાંયધરી અને ટોચની રેખામાં આરામ અને સુવિધાની વિશિષ્ટતાઓ ઓફર કરે છે. ગ્રાહકો હવે આજથી આરંભ
કરતાં નજીકના ટાટા મોટર્સ અધિકૃત ડીલરશિપ અથવા ઓનલાઈન મુલાકાત લઈને તેમની પસંદગીની અગ્રતાની કાર રૂ.
21,000 ભરીને બુક કરી શકે છે.
ટિયેગો આઈસીએનજી એએમટી 3 પ્રકાર ઓફર કરે છે, જેમાં XTA CNG, XZA+ CNG અને XZA NRGનો સમાવેશ થાય છે,
જ્યારે ટિગોર આઈસીએનજી એએમટી 2 પ્રકારમાં મળશે, જેમાં XZA CNG અને XZA+ CNGનો સમાવેશ થાય છે.
OMG! આ ઓટોમેટિક છે
 ભારતની પ્રથમ એવી ઓટોમેટિક કાર જે પેટ્રોલ જેવો પરફોર્મન્સ અને કમ્ફર્ટ આપે છે.
 કક્ષામાં અવ્વલ પરફોર્મન્સ અને ડ્રાઈવેબિલિટી- પેટ્રોલ અને સીએનજીની ડ્રાઈવેબિલિટીમાં વાહનના પરફોર્મન્સમાં કોઈ
ફરક નહીં જણાશે.
 આસાન ગિયર શિફ્ટર ગુણવત્તા- ગિયર શિફ્ટિંગ મુવમેન્ટ અને શિફ્ટની ગુણવત્તા વધુ સહજ છે અને પેટ્રોલ એએમટી
જેવી છે.
 ઉચ્ચ રિસ્ટાર્ટ ગ્રેડેબિલિટી- રિસ્ટાર્ટ ગ્રેડેબિલિટી પેટ્રોલ જેવી છે અને સેગમેન્ટમાં ઉત્તમ રિસ્ટાર્ટ ધરાવે છે.
 ટ્રાફિક અને પાર્કિંગમાં આસાન ક્રીપ વર્તન- શહેરી ટ્રાફિકની સ્થિતિઓ અને પાર્કિંગમાં આસાનીથી ફરી શકે તે માટે ક્રીપ
ટ્યુન્ડ છે.
OMG! તે ઈન્ટેલિજન્ટ છે!
 ટ્વિન સિલિંડર સીએનજી ટેન્ક્સઃ ઉદ્યોગમાં પ્રથમ- લગેજની જગ્યાની નીચે ટ્વિન સિલિંડર્સની સ્માર્ટ ગોઠવણીને કારણે બૂટ
સ્પેસ સાથે બાંધછોડ નહીં થાય તેની ખાતરી રાખે છે.
 સિંગલ એડવાન્સ્ડ ઈસીયુ- ઉદ્યોગમાં પ્રથમ- પેટ્રોલ અને સીએનજી મોડેલો વચ્ચે આસાન અને આંચકામુક્ત શિફ્ટિંગની
ખાતરી રાખે છે.
 સીએનજીમાં ડાયરેક્ટ સ્ટાર્ટ- ઉદ્યોગમાં પ્રથમ- બંને કાર સીએનજી મોડમાં સીધી જ શરૂ થાય છે, જેથી તમને ડ્રાઈવ
દરમિયાન સીએનજીમાં સ્વિચ કરવાની ચિંતા કરવાની જરૂર નથી. તેનાથી તમે દરેક વાર કાર શરૂ કરો ત્યારે ઈંધણની
પણ બચત થાય છે.

OMG! તે સુરક્ષિત છે! – ટિયેગો આઈસીએનજી એએમટી એ ટિગોર આઈસીએનજી એએમટી કક્ષામાં અવ્વલ સુરક્ષાની
વિશિષ્ટતાઓ સાથે આવે છે.
 માઈક્રો સ્વિચ રિફ્યુઅલિંગ સમયે કારને સ્વિચ્ડ ઓફફ રાખે છે- માઈક્રો સ્વિચ ફ્યુઅલ લિડ ખૂલતાં જ ઈગ્નિશનને બંધ કરે
છે અને તે સંરક્ષિત રીતે બંધ નહીં કરાય ત્યાં સુધી લિડ બંધ રાખે છે.
 થર્મલ ઈન્સિડેન્ટ પ્રોટેકશન- આઈસીએનજી ટેકનોલોજી થર્મલ ઘટનાના સંજોગોમાં એન્જિનને સીએનજી પુરવઠો તુરંત
કાપી નાખે છે અને સુરક્ષાના માપન તરીકે વિશેષ નોઝલ થકી હવામાનમાં સીધા જ સિલિંડરમાંથી ગેસ છોડે છે.
 સીએનજી સિલિંડરો માટે સુરક્ષિત સ્થળ- ટ્વિન સીએનજી સિલિંડરો લગેજ એરિયાની નીચે સ્થિત હોઈ સુરક્ષિત સમાધાન
પ્રદાન કરે છે, કારણ કે વાલ્વ અને પાઈપ લોડ ફ્લોર હેઠળ સુરક્ષિત રહે છે, જે સંભવિત હાનિનું જોખમ ઓછું કરે છે.
 લીકેજ નિવારવા માટે આઈસીએનજી કિટમાં એડવાન્સ મટીરિયલ્સનો ઉપયોગ- આઈસીએનજી કિટ કોઈ પણ ગેસ લીક
નિવારવા માટે વિવિધ હવામાન અને દબાણોમાં પરીક્ષણ કરાયું છે.
 લીક શોધ વિશિષ્ટતા- આઈસીએનજી ટેકનોલોજી ગેસ લીકને તુરંત શોધે છે અને સીએનજીમાંથી પેટ્રોલ મોડમાં સ્વિચ કરે
છે.
OMG! તે શક્તિશાળી છે!
 આ આઈસીએનજીએએમટી કાર શક્તિશાળી 1.2 લિ રેવોટ્રોન એન્જિન સાથે અતુલનીય કામગીરી પ્રદાન કરે છે. એડવાન્સ
આઈસીએનજી ટેકનોલોજી પાવર અને પિક-અપના ઉત્તમ સંયોજન સાથે બેજોડ કામગીરી આપે છે.
ઉપરાંત વર્તમાન કલર પેલેમાં ઉમેરો કરતાં કંપનીએ ટિયેગોમાં રસપ્રદ નવી ટોર્નેડો બ્લુ અને ટિયેગો એનઆરજીમાં ગ્રાસલેન્ડ
બીજ અને ટિગોરમાં મીટિયોર બ્રોન્ઝ પણ રજૂ કરી છે.
લોન્ચ કરાઈ ત્યારથી ટિયેગો અને ટિગોરે મોટા માઈલસ્ટોન હાંસલ કર્યા છે, જે ટાટા મોટર્સની નવી ડિઝાઈનની ફિલોસોફીનું
દ્યોતક છે અને ભાવિ મોડેલો માટે માર્ગ મોકળો કરે છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટિયેગો અને ટિગોરે મલ્ટી- પાવરટ્રેન
વિકલ્પો, આકર્ષક ડિઝાન, ઉત્તમ સેફ્ટી વિશિષ્ટતાઓ, ફીચર યુક્ત ઈન્ટીરિયર અને અત્યાધુનિક ટેકનોલોજી ઈન્ટીગ્રેશનને લીધે
ઘણા બધા યુવા અને ગતિશીલ ગ્રાહકોમાં ભરપૂર લોકપ્રિયતા મેળવી છે. ઉપરાંત કંપની તેનો સીએનજી પોર્ટફોલિયો વિસ્તારી
રહી છે અને સીએનજીમાં ઓટોમેટિક ટેકનોલોજી માટેની જરૂરતને પહોંચી વળે છે.
સીએનજી ઉદ્યોગે વાહન દ્વારા નોંધ કર્યા મુજબ નાણાકીય વર્ષ 2023ની તુલનામાં નાણાકીય વર્ષ 2024માં 40.5 ટકાની
નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. ટાટા મોટર્સ હાલમાં સીએનજી અવકાશમાં વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે, જે આ વિકલ્પમાં ટિયેગો,
ટિગોર, અલ્ત્રોઝ અને પંચઈન ઓફર કરે છે અને સીએનજીના વેચાણમાં ગત વર્ષની તુલનામાં નાણાકીય વર્ષ 2024માં 67.9
ટકાની વૃદ્ધિ સાથે સીએનજી બજારમાં ટોચની 2 બ્રાન્ડમાં સ્થાનધરાવે છે.

Related posts

જના સ્મોલ ફાઇનાન્સ બેંક IPO

Navbharat

આઈડીબીઆઈ બેંક ઉત્સવ એફડી યોજના હેઠળ એફડી પર વિશેષ દર રજૂ કરે છે

Navbharat

બૂટ સ્પેસ પર બાંધછોડ કર્યા વિના ટાટા મોટર્સ દ્વારા તેના નવા iCNG પોર્ટફોલિયો સાથે સીએનજી બજારમાં ક્રાંતિ લાવી દીધી

Navbharat