NavBharat
Business

ટાટા મોટર્સ દ્વારા સફારી અને હેરિયરના નવા અવતાર રજૂ કરાયા

ભારતીય રસ્તાઓ પર સુરક્ષિત વાહનોઃ નવી સફારી અને હેરિયરે સર્વોચ્ચ 5-સ્ટાર જીએનસીએપી રેટિંગ
હાંસલ કર્યું
આરંભિક શરૂઆતી કિંમત  ₹ 16.19 Lakh (નવી સફારી માટે) અને ₹ 15.49 Lakh (નવી હેરિયર માટે)
ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે તેની આઈકોનિક, ફ્લેગશિપ એસયુવી સપારી અને
તેની ટ્રેન્ડસેટિંગ, પ્રીમિયમ એસયુવી હેરિયરના નવા અવતાર લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી હતી.
ડિઝાઈનમાં નોંધપાત્ર ફેરફાર અને અનેક ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓના ઉમેરો સાથે નવી સપારી અને
હેરિયર એકંદર અનુભવ બહેતર બનાવીને ઉદ્યોગ માટે નવાં ધોરણો સ્થાપિત કરે છે. પ્રતિષ્ઠિત
જીએનસીએપી 5-સ્ટાર રેટિંગ સાથે સર્ટિફાઈડ નવી સફારી અને હેરિયર પુખ્ત પ્રવાસી રક્ષણ (33.05/34)
અને બાળ પ્રવાસી રક્ષણ (45.00/49, માટે ભારતીય કાર દ્વારા સર્વોચ્ચ સ્કોર સંરક્ષિત કરવાની અજોડ
વિશિષ્ટતા સાથે આવતી હોઈ ભારતીય રસ્તાઓ પર દોડવા માટે તેને સૌથી સુરક્ષિત વાહન બનાવે છે.
ઓમેગાર્ક આર્કિટેક્ચર પર નિર્મિત, લેન્ડ રોવરના નામાંકિત ડી8 પ્લેટફોર્મ પરથી પ્રેરિત આ શક્તિશાળી
અને સ્ટાઈલિશ એસયુવી આરંભિક શરૂઆતી કિંમત ₹16.19 Lakh (નવી સફારી માટે) અને ₹15.49 Lakh
(નવી હેરિયર માટે) સાથે આવે છે. તે ચાર અજોડ વ્યક્તિત્વમાં ઓફર કરવામાં આવે છે, જે આજના
એસયુવી ગ્રાહકોની ઈચ્છનીય અગ્રતા અને બહુમુખી જીવનશાલી દર્શાવે છે.
નવી સફારી અને નવી હેરિયર લોન્ચ કરતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક
મોબિલિટીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “નવી સફારી અને હેરિયરે સુરક્ષા,
ઉત્કૃષ્ટતા અને અનુભવમાં નવા યુગમાં પ્રવેશ કર્યો છે. તેમની આધુનિક ડિઝાઈન, અપવાદાત્મક નિર્માણ,
મજબૂત દેખાવ, સ્માર્ટ ટેકનોલોજીઓ અને સેગમેન્ટમાં અવ્વલ વિશિષ્ટતાઓએ સ્ટાઈલ, ડ્રાઈવેબિલિટી અને
કક્ષામાં અવ્વલ માટે ઉદ્યોગનાં સીમાચિહન વધાર્યાં છે. દરેક એસયુવી હવે તેના માલિકના વ્યક્તિત્વનો
વિસ્તાર છે અને ડિઝાઈન, ટેકનોલોજી અને પરફોર્મન્સનું ઉત્તમ જોડાણ છે. તેમના 5-સ્ટાર જીએનસીએપી
રેટિંગ અને ભારતીય વાહન માટે આજ સુધીના સર્વોચ્ચ સ્કોર સાથે અમારી એસયુવી ભારતીય રસ્તાઓ પર
સૌથી સુરક્ષિત છે.”

નવી સફારી અને હેરિયરની રૂપરેખા
વ્યક્તિત્વમાં સ્ટાન્ડર્ડ તરકે 6 સાથે 7 એરબેગ્સ.
31.24 સેમી હર્મન ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ.
નેવિગેશન ડિસ્પ્લે સાથે 26.03 સેમી કોન્ફિગ્યુરેબલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર.
13 બીસ્પોક એકોસ્ટિક મોડ્સ (દુનિયામાં પ્રથમ) સાથે આધુનિક હર્મન ઓડિયોવર્ક્સ સાથે 10 સ્પીકર
જેબીએલ મ્યુઝિક સિસ્ટમ.
12 ફીચર્સ સાથે એડીએએસ.
જેસ્ચર કંટ્રોલ્ડ પાવર ટેઈલગેટ (સેગમેન્ટમાં પ્રથમ).
4 સ્વતંત્ર વોઈસ આસિસ્ટન્ટ્સ સાથે 6 ભાષામાં 250થી વધુ કમાન્ડ્સ સાથે વોઈસ સપોર્ટ (સેગમેન્ટમાં
પ્રથમ).
હવાઉજાશવાળી પ્રથમ અને બીજી હરોળની સીટ્સ.
“1998માં ભારતમાં એસયુવી ક્રાંતિમાં ભારતને લઈ જતાં અમારી ફ્લેગશિપ એસયુવી સફારી આગળથી
હંમેશાં આગેવાની કરતાં અમારા પ્રતિકાત્મક વારસા પર નિર્મિત છે. સફારી હવે એસયુવીથી વિશેષ છે. તે
લાઈફસ્ટાઈલ છે. અમે તેથી જ નવી સફારીને વધુ સુરક્ષિત, સ્માર્ટ, એસર્ટિવ, પ્લશ અને ટેકનોલોજીની
દ્રષ્ટિએ આધુનિક બનાવી છે. નવી સફારી સાથે તમારા જીવન પર ફરીથી દાવો કરવા માટેનો આ સમય છે,”
– શ્રી શૈલેષ ચંદ્રા, મેનેજિંગ ડાયરેક્ટર, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક
મોબિલિટી.
નવી સફારી પર વધુ માહિતી માટે ક્લિક કરો https://cars.tatamotors.com/suv/safari પર
“હેરિયર 2019માં તેના લોન્ચથી ગૌરવશાળી ટ્રેન્ડસેટર છે અને નવી હેરિયર આ ખૂબીઓને અનેક સ્તર સુધી
ઊંચાઈએ લઈ જાય છે. ડિઝાઈન, ટેકનોલોજી અને શક્તિનું ઉત્તમ સંમિશ્રણ તે ઈચ્છનીય યુવા સિદ્ધિકારોની
યોદ્ધાની જીવનશૈલીને પ્રતિબિંબિત કરે ચે. અજોડ સ્પોર્ટિનેસ, વર્ચસ જમાવતા ગુણ, ડિજિટલ કોકપિટ અને
સમકાલીન ઈન્ટીરિયર્સ સાથે નવી હેરિયર તેની ક્લાસી ખૂબીઓને સમૃદ્ધ બનાવતો ખરા અર્થમાં માસ્ટરપીસ
છે,” – શ્રી શૈલેષ ચંદ્રા, મેનેજિંગ ડાયરેક્ટર, ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક
મોબિલિટી

નવી હેરિયર પર વધુ માહિતી માટે ક્લિક કરો https://cars.tatamotors.com/suv/harrier પર.

Related posts

આગામી IPOS

Navbharat

નેટવર્ક ગ્રોથની ઝડપ વધવાની સાથે એરએશિયા ઇન્ડિયન માર્કેટમાં સેવા આપવા માટે પ્રતિબદ્ધ

Navbharat

JSW ઇન્ફ્રા 20% પ્રીમિયમ પર સૂચિબદ્ધ છે

Navbharat