NavBharat
Business

ટાટા મોટર્સ 100 સ્ટારબસ ઈવી સાથે બેન્ગલુરુની શહેરી પ્રવાસને ઈલેક્ટ્રિફાઈ કરે છે

ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સે બેન્ગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ
કોર્પોરેશન (બીએમટીસી)ને ટેકનોલોજીની દ્રષ્ટિથી આધુનિક સ્ટારબસ ઈવીની ડિલિવરી સાથે બેન્ગલુરુના ઈલેક્ટ્રિફાઈડ જાહેર પરિવહનને
વધુ ગતિ આપી છે. ટાટા મોટર્સની સબસિડિયરી ટીએમએલ સ્માર્ટ સિટી મોબિલિટી સોલ્યુશન્સ લિ. અને બીએમટીસી વચ્ચે કરાર
અનુસાર શાળ ઓર્ડરના ભાગરૂપ આ નોંધપાત્ર સિદ્ધિ છે, જેમાં 12 વર્ષના સમયગાળામાં 921 અત્યાધુનિક 12 મીટર લો-ફ્લોર ઈલેક્ટ્રિક
બસોનો પુરવઠો, કામગીરી અને જાળવણી શરૂ કરવાનો સમાવેશ થાય છે. ઘરઆંગણાનું ઈનોવેશન ટાટા સ્ટારબસ ઈવીએ બીએમટીસી
ફ્લીટ સાથે જોડાણ કરતાં સક્ષમ અને આરામદાયક પ્રવાસ અનુભવ માટે ઉત્કૃષ્ટ ડિઝાઈન અને કક્ષામાં અવ્વલ વિશિષ્ટતાઓથી સમૃદ્ધ
છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની પહેલો સાથે સુમેળ સાધતાં આ શૂન્ય ઉત્સર્જન ઈલેક્ટ્રિક બસો ભાવિ પેઢીના આર્કિટેક્ચર
પર વિકસાવવામાં આવી છે, જે બેન્ગલુરુ શહેરમાં સુરક્ષિત, આરામદાયક અને સુવિધાજનક આંતરશહેરી પ્રવાસ માટે આધુનિક બેટરી
સિસ્ટમ્સ દ્વારા પાવર્ડ છે.
ટાટા મોટર્સની સ્માર્ટ ઈલેક્ટ્રિક બસનું ઉદઘાટન કર્ણાટકના સન્માનનીય મુખ્ય મંત્રી શ્રી સિદ્ધરામૈયા સાથે કર્ણાટકના સન્માનનીય ઉપ
મુખ્ય મંત્રી શ્રી ડી કે શિવકુમાર, કર્ણાટક સરકારના પરિવહન અને મુજારાઈ સન્માનનીય મંત્રી અને બીએમટીસીના ચેરમેન શ્રી
રામાલિંગારેડ્ડી, શિવાજીનગર મતવિસ્તારમાં સન્માનનીય વિધાનસભ્ય શ્રી રિઝવાન અર્શદ, બીએમટીસીના ડાયરેક્ટર (એસએન્ડવી)
આઈપીએસ શ્રીમતી કલા કૃષ્ણસ્વામી અને બીએમટીસીના મેનેજિંગ ડાયરેક્ટર આઈએએસ શ્રીમતી જી. સથ્યવથી સાથે કર્યું હતું.
આ ઘોષણા પર બોલતાં બીએમટીસીનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈએએસ શ્રીમતી જી સથ્યવથીએ જણાવ્યું હતું કે, "અમને શહેરમાં ટાટા
ઈલેક્ટ્રિક બસોનું પ્રોટોટાઈલ પરીક્ષણ સફળતાથી પૂર્ણ થયા પછી ટાટા મોટર્સની અત્યાધુનિક બસો દાખલ કરવાની ખુશી છે. આ ઈલેક્ટ્રિક
બસોની ઉત્તમ કામગીરી અમારું કાર્બન ઉત્સર્જન ઓછું કરવા અને અમારા નાગરિકો માટે જીવનની ગુણવત્તા સુધારવા બીએમટીસીની
કટિબદ્ધતા સાથે ઉત્તમ સુમેળ સાધે છે. આ બસ પર્યાવરણ અનુકૂળ પરિવહનમાં યોગદાન આપવા સાથે શહેરમાં ધ્વનિ રહિત અને
આરામદાયક સમૂહ મોબિલિટી પણ ઓફર કરે છે.”
ઈવેન્ટ ખાતે પોતાના વિચારો વ્યક્ત કરતાં ટીએમએલ સ્માર્ટ સિટી મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડના સીઈઓ અને એમડી શ્રી અસીમ
કુમાર મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, “અમને બીએમટીસીની ફ્લીટમાં દાખલ અમારી ટોચની રેખાની સ્ટારબસ ઈવી જોવાની ખુશી છે.
બેન્ગલુરુના નાગરિકો માટે અમારી ઓફર અત્યાધુનિક, પર્યાવરણ અનુકૂળ ઓફરો પ્રત્યે અમારી કટિબદ્ધતાનો દાખલો છે. અમને વિશ્વાસ
છે કે અમારી બસો બીએમટીસીની ફ્લીટને વધુ મજબૂત બનાવશે અને જાહેર પરિવહનને સુરક્ષિત, આરામદાયક અને ટેક પ્રેરિત અને
ઊર્જા કાર્યક્ષમ બનાવે છે. આ બસો અત્યાધુનિક એકમોમાં વિકસાવવામાં અને ઉત્પાદન કરવામાં આવી છે અને વિવિધ સ્થિતિઓમાં સઘન
પરીક્ષણ કરાઈ છે અને પ્રમાણિત કરાઈ છે.”
આજ સુધી ટાટા મોટર્સે ભારતનાં ઘણાં બધાં શહેરોમાં 1500થી વધુ ઈલેક્ટ્રિક બસોનો પુરવઠો કર્યો છે, જેણે 95 ટકાના અપટાઈમ સાથે
એકત્રિત રીતે 10 કરોડથી વધુ કિલોમીટર નોંધાવ્યા છે. ટાટા સ્ટારબસ ઈવી અત્યાધુનિક ઈ-બસ છે, જેણે શહેરી પ્રવાસ માટે નવાં
સીમાચિહનો સ્થાપિત કર્યાં છે. તેની સંપૂર્ણ ઈલેક્ટ્રિક ડ્રાઈવટ્રેન સાથે આ અત્યાધુનિક વાહન ઊર્જા ઉપભોગને મહત્તમ બનાવે છે, જેને

લીધે ઊર્જાનો ઉપયોગ અને સંચાલન ખર્ચ ઓછો થાય છે. તે બોર્ડિંગમાં આસાની, આરામદાયક બેઠક અને ડ્રાઈવર અનુકૂળ સંચાલન
જેવી વિશિષ્ટતાઓ સાથે શૂન્ય ઉત્સર્જનની ખાતરી રાખે છે. ઈલેક્ટ્રોનિક સ્થિરતા નિયંત્રણ, ઈલેક્ટ્રોનિક બ્રેક વિતરણ, એર સસ્પેન્શન,
ઈન્ટેલિજન્ટ પરિવહન પ્રણાલી, પેનિક બટન વગેરે જેવી આધુનિક વિશિષ્ટતાઓથી સુસજ્જ તે તેના પ્રવાસીઓને આરામ અને સુરક્ષાને
અગ્રતા આપે છે. આ ઈલેક્ટ્રિક બસ સ્વચ્છ જાહેર પરિવહન પ્રત્યે કટિબદ્ધ છે અને શહેરી પ્રવાસ પરિવહન જરૂરતો માટે ઉત્તમ પસંદગી છે.

Related posts

ફોક્સકોન વેદાંત સાથેની ઈન્ડિયા ચિપ જેવીમાંથી બહાર નીકળી ગઈ

Navbharat

7th Pay Commission: 31 જુલાઈએ આવી રહી છે ડીએ વધારાની અપડેટ, શું કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ 46% સુધી પહોંચશે?

Navbharat

ઘઉંને લઈને મોટા સમાચાર – સપ્લાયમાં સરકાર કરશે વધારો, સંગ્રહખોરી સામે કડકાઈ દાખવશે

Navbharat