NavBharat
Business

ટાટા મોટર્સ પરિવહનના ભવિષ્ય માટે ગ્રીન કોર્સ ઘડી કાઢે છે

ભારતના શહેરીકરણ અને સક્ષમ મોબિલિટી તરફ વધતી એકાગ્રતાની વચ્ચે
સ્વચ્છ પરિવહન વિકલ્પો અપનાવવાનું મહત્ત્વપૂર્ણ બની ગયું છે. દેશ ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન
સેલ-બેઝ્ડ વાહનો તરફ વળી રહ્યો છે ત્યારે ઉત્સર્જન ઓછું કરવા માટે વચગાળાના સમાધાન માટે
તાતી જરૂર છે. નૈસર્ગિક વાયુને પરિવર્તિત ઈંધણ તરીકે માન્યતા મળી હોઈ તે આદર્શ સેતુનું કામ
કરે છે. ભારતની અગ્રણી વાહન કંપનીટાટા મોટર્સ નૈસર્ગિક વાયુ પર ચાલતાં વાહનોના વિકાસ માટે
સક્રિય રીતે યોગદાન આપી રહી છે. તેમની નાવીન્યતામાં નિપુણતા અને કટિબદ્ધતાનો લાભ લેતાં
ટાટા મોટર્સે ભારતમાં સક્ષમ પરિવહનમાં પરિવર્તિત થવા માટે આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ
ભૂમિકા ભજવી છે.
નીતિ આયોગનો અહેવાલ બતાવે છે કે 2050 સુધી ભારતીય રસ્તાઓ પર ટ્રકોમાં ચારગણો વધારો થશે,
જે નૈસર્ગિક વાયુ આધારિત ઈંધણમાં પરિવર્તિત થવાની જરૂર પર ભાર આપે છે. આ પરિવર્તન
પર્યાવરણ, જાહેર સ્વાસ્થ્ય અને કમર્શિયલ વેહિકલ ઉદ્યોગમાં આર્થિક સક્ષમતા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત
ઉત્સર્જન ઘટાડો અને ઊર્જા સલામતી માટે સમર્પિત હોઈ સક્રિય રીતે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ને
પ્રમોટ કરે છે. સીએનજી આર્થિક ફાયદો આપે છે, ભારતનું ક્રુડ ઓઈલ આયાત બિલ ઓછું કરવાની
સંભાવના ધરાવે છે. નાવીન્યપૂર્ણ અને સક્ષમ પરિવહન સમાધાન પ્રત્યે સમર્પિત ટાટા મોટર્સે વધુ
પર્યાવરણ અનુકૂળ અને કાર્યક્ષમ પરિવહન પ્રણાલી માટે ભારતની આકાંક્ષાની રેખમાં કમર્શિયલ વેહિકલ
ક્ષેત્રમાં સીએનજી અપનાવવાને પ્રમોટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અહેવાલો મુજબ,
ગુજરાતમાં 950 થી વધુ CNG સ્ટેશનો છે, જે ક્લીનર ઇંધણ વિકલ્પોની વ્યાપક સુલભતામાં ફાળો આપે છે.
ભારતે વ્યૂહાત્મક રીતે આ પરિવર્તનને ટેકો આપવા અને 2030 સુધી 17,000 સંચાલિત સીએનજી
સ્ટેશન માટે નિયોજન સાથે તેનું નૈસર્ગિક વાયુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કર્યું છે.
રાષ્ટ્રીય પહેલોમાં ગેસ ગ્રિડ, વધારાનાં એલએનજી ટર્મિનલો અને બાયો- સીએનજી માટે
એસએટીએટી યોજનાનું લક્ષ્ય વ્યાપક નૈસર્ગિક વાયુને પહોંચ આપવાનું છે. ટેક્સ ક્રેડિટ્સ અને
સબસિડીઓ જેવાં પ્રોત્સાહનો ગેસ આધારિત વાહનો અપનાવવાને પ્રોત્સાહન આપે છે. સરકારની
નવી નૈસર્ગિસ વાયુ પ્રાઈસિંગ યંત્રણાને મંજૂરીથી પેટ્રોલ અને ડીઝલની તુલનામાં સીએનજીની
કિફાયતીપણું વધ્યું છે, જેથી ભારતના સક્ષમ પરિવહન પ્રવાસમાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે.

ટાટા મોટર્સના ટ્રક્સના વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી રાજેશ કૌલે જણાવ્યું હતું કે, "ટાટા
મોટર્સમાં અમે સક્ષમ ઈંધણમાં પરિવર્તિત થવામાં આગેવાન છીએ. સીએનજી- પાવર્ડ કમર્શિયલ
વાહનોની અમારી વ્યાપક શ્રેણી અને 2045 સુધી નોટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાની અમારી
કટિબદ્ધતા સાથે અમે સક્ષમ લોજિસ્ટિક્સમાં આગેવાની લીધી છે. અમારા ઓટો એક્સપો 2023માં
નૈસર્ગિક વાયુ, ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજન વિકલ્પોનું પ્રદર્શન પરિવહનના ભવિષ્યને આકાર
આપવાની અમારી સમર્પિતતા દર્શાવે છે. તરફેણકારી સંચાલન અર્થવ્યવસ્થા અને વધતી
ઉપલબ્ધતા સાથે સીએનજી પાવર્ડ વાહનો માટે માગણી વધી રહી છે ત્યારે અમને વિશ્વાસ છે કે
નૈસર્ગિક વાયુ શૂન્ય ઉત્સર્જન કરતાં વાહનો તરફ ઉદ્યોગના પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
એકત્ર મળીને આપણે હરિત અને વધુ કાર્યક્ષમ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. "

Related posts

TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ IPO

Navbharat

ઇન્ડસઇન્ડ બેંકના Q3 પરિણામો

Navbharat

રિલાયન્સ એજીએમ 2023

Navbharat