NavBharat
Entertainment

‘અપૂર્વા’ માટે તારા સુતારિયાએ રાત-દિવસ કરી આકરી મહેનત, અભિનેત્રીએ એક્શન સીનને લઈ કહી આ વાત

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા ટૂંક સમયમાં મોટા પડદા બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. સર્વાઇવલ થ્રિલર ફિલ્મ ‘અપૂર્વા’માં અભિનેત્રી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બેનર્જી, ધૈર્ય કારવા અને રાજપાલ યાદવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રી આ ફિલ્મમાં મજબૂત પાત્ર ભજવતી જોવા મળશે.

જણાવી દઈએ કે, નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અપૂર્વા’ અંગે થોડા સમય પહેલા અભિનેત્રી તારા સુતારિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને ફિલ્મના શૂટિંગની સ્ટોરી શેર કરી હતી. હવે ફરી એકવાર અભિનેત્રીએ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે.

ગરમ રેતી પર ખુલ્લા પગે ચાલવું પડ્યું

અભિનેત્રી તારા સુતારિયાએ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે. તારાએ જણાવ્યું કે, તેણે તેના પાત્ર માટે ચોવીસે કલાક મહેનત કરી છે અને તમામ સ્ટંટ પોતે જ કર્યા છે. આ સાથે અભિનેત્રીએ યાદ કરતા કહ્યું કે, ‘હું જેસલમેરમાં શૂટિંગ દરમિયાન ઉઘાડપગું હતી. હું ટ્રેનમાંથી કૂદી રહી હતી, ગરમ રેતી પર ચાલતી હતી. હું મારા બધા સ્ટંટ બોડી ડબલ વગર જાતે જ કરતી હતી. ઉપરાંત, હું વચ્ચે-વચ્ચે નિદ્રા લેતી હતી, કારણ કે અમે દિવસ-રાત શૂટિંગ કરતા હતા.

ખુશી છે કે મને ફિલ્મ માટે પસંદ કરી

વધુમાં, તારા સુતારિયાએ જણાવ્યું કે, હિરો સેન્ટ્રીક ફિલ્મો તો ઘણી છે, પરંતુ મહિલાલક્ષી ફિલ્મો બહુ ઓછી છે. હું ખુશ છું કે આ ફિલ્મ માટે મારી પસંદગી થઈ છે. સ્ત્રીઓમાં જન્મજાત શક્તિ હોય છે, જે પ્રતિકૂળ સંજોગોમાં બહાર આવે છે. કોઈપણ મહિલાએ આમાંથી પસાર થવું ન જોઈએ, પરંતુ એક અભિનેત્રી તરીકે આ ભૂમિકા એક વિશેષાધિકાર છે. તમને જણાવી દઈએ કે ‘અપૂર્વા’ 15 નવેમ્બરથી માત્ર Disney+ Hotstar પર રિલીઝ થશે.

Related posts

વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર રિલીઝના પહેલા જ દિવસે ઓનલાઈન લીક

Navbharat

શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા બાપ્પાને ઘરે લાવ્યા

Navbharat

વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમની હારથી દુ:ખી અથિયા શેટ્ટીએ શેર કર્યો ટીમ ઇન્ડિયાનો ખાસ ફોટો, કહી આ વાત

Navbharat