NavBharat
Politics/National

તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીને મની લોન્ડરિંગ કેસમાં નથી મળી રાહત, 4 ડિસેમ્બર સુધી લંબાવાઈ કસ્ટડી

તામિલનાડુની એક કોર્ટે બુધવારે તમિલનાડુના મંત્રી વી સેંથિલ બાલાજીની કસ્ટડી 4 ડિસેમ્બર સુધી લંબાવી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ડીએમકે નેતાની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે સરકારી મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રિન્સિપલ સેશન્સ જજ એસ. અલી સમક્ષ બાલાજીને રજૂ કર્યાં હતા. જ્યારે કેસ સુનાવણી માટે આવ્યો, ત્યારે EDના વકીલ એન. રમેશે બાલાજી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી માટે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી હતી.

EDના વકીલે કોર્ટમાં આપ્યો જવાબ

તપાસ દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની નકલો રજૂ કરવા એજન્સીને નિર્દેશ આપવાની માગ કરી હતી. રમેશે કહ્યું કે, આ કેસ સંબંધિત તમામ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા છે અને મંત્રીને પણ સોંપવામાં આવ્યા છે, જેના પગલે ન્યાયાધીશે બાલાજીની અરજી પર વધુ સુનાવણી 4 ડિસેમ્બરે નિયત કરી છે.

14 જૂનના રોજ થઈ હતી ધરપકડ

નોંધનીય છે કે, બાલાજીને 14 જૂનના રોજ ED દ્વારા મની લોન્ડરિંગના કેસમાં નોકરી માટે રોકડ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ અગાઉના AIADMK શાસન દરમિયાન પરિવહન મંત્રી હતા.

Related posts

મધ્યપ્રદેશ બાદ ભાજપ દ્વારા આજે રાજસ્થાનમાં નવા સીએમને લઈને લેવાશે નિર્ણય

Navbharat

મણિપુર સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે બધાએ પ્રયાસ કરવો પડશેઃ અધીર ચૌધરી

Navbharat

આજે તેલંગણામાં નવા મુખ્યમંત્રી તરીકે રેવન્ત રેડ્ડી લેશે શપથ, વિપક્ષના નેતાઓ રહેશે હાજર

Navbharat