NavBharat
Sport

માસ્ક, ટોપી અને ચશ્માથી મોઢું છુપાવી સૂર્યકુમાર યાદવ લોકો વચ્ચે પહોંચ્યો, પૂછ્યું- સૂર્યાકુમાર યાદવ કેવો ખેલાડી છે? તો મળ્યો આવો જવાબ!

હાલ ભારતમાં વર્લ્ડ કપ, 2023 ચાલી રહ્યો છે. ત્યારે ક્રિકેટ ફેન્સમાં પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને એકપણ હાર વગર 6 મેચ જીતી છે. દરમિયાન ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ કેમેરામેન બનીને ફેન્સ વચ્ચે પહોંચ્યો હતો અને સવાલો પૂછ્યા હતા.

યજમાન ભારત વર્લ્ડ કપનું ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ પોતાની ઓળખ છુપાવીને લોકોની વચ્ચે પહોંચ્યો હતો અને ટીમ ઈન્ડિયા વિશે વાત કરી હતી. આ અંગેનો એક વીડિયો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ ફૂલ સ્લીવ શર્ટ, માસ્ક અને ચશ્મા પહેરીને મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં જાય છે અને ક્રિકેટ અંગે વાત કરે છે. સૂર્યા લોકોની પ્રતિક્રિયા કેમેરામાં કેદ કરે છે.

મહિલા ફેને આપ્યો આ જવાબ

દરમિયાન સૂર્યકુમાર એક મહિલા ફેનને પૂછે છે કે સૂર્યાકુમાર યાદવ કેવા ખેલાડી છે. ત્યારે મહિલા ફેન તેના ખૂબ જ વખાણ કરે છે અને તેને 360 ડિગ્રી પ્લેયર કહે છે. આનાથી સૂર્યકુમાર ખૂબ જ ખુશ થાય છે અને પછી તેના ચશ્મા અને માસ્ક કાઢી નાખે છે અને મહિલા ફેન્સ સાથે ફોટો પડાવે છે. સૂર્યકુમાર યાદવને સામે જોઈ મહિલા ફેન્સ પણ ચોંકી જાય છે.

Related posts

NZ Vs PAK: મેચમાં વરસાદનું વિઘ્ન, જો મેચ નહીં થાય તો કઈ ટીમને થશે ફાયદો! શું કહે છે DLSના નિયમો?

Navbharat

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યાએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘણું અદ્ભુત..!

Navbharat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાશે સૂર્ય નમસ્કાર સ્પર્ધા : વિજેતાઓ માટે અંદાજે બે કરોડથી વધુ રકમના ઇનામો જાહેર કરાયા

Navbharat