દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી નિમિત્તે સરકાર પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપતી હોય છે. ત્યારે હવે આ રાજ્યની સરકાર દ્વારા દિવાળી બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી સરકાર વતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ હવે દિલ્હીના સરકારી કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. આ માટે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે.
રૂ. 7 હજારનું દિવાળી બોનસ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી જાહેરાત કરી છે કે, સરકારે દિલ્હીના સરકારી કર્મચારીઓને બોનસ નિર્ણય કર્યો છે. આ જાહેરાત હેઠળ દિવાળી નિમિત્તે કર્મચારીઓને રૂ. 7 હજારનું દિવાળી બોનસ આપવામાં આવશે. સીએમ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘દિલ્હી સરકારના તમામ કર્મચારીઓ મારો પરિવાર છે. તહેવારોના આ મહિનામાં અમે દિલ્હી સરકારના ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓને રૂ.7 હજારનું બોનસ આપી રહ્યા છીએ. તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને દિવાળીની આગોતરી શુભેચ્છાઓ.
આટલા કરોડ ફાળવ્યા
દિલ્હી સરકાર દ્વારા આ બોનસ માટે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 80 હજાર કર્મચારીઓને બોનસ આપવા માટે રૂ. 56 કરોડ ફાળવવામાં આવ્યા છે. કર્મચારીઓને પણ આનાથી ઘણો ફાયદો થશે.