NavBharat
Gujarat

વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મળશે સપોર્ટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ i-Hub કોમ્પલેક્સનું કરશે લોકાર્પણ

SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના એક અત્યાધુનિક કોમ્પલેક્સનું ઉદ્ધાટન તારીખ 5 ડિસેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. આ સર્વસમાવેશક સેન્ટર અત્યાધુનિક સુવિધાઓની સાથે ઉદ્યોગસાહસિકતા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું 1,50,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલુ સૌથી મોટું કેન્દ્ર હશે, જ્યાં એકસાથે એક જ જગ્યાએથી 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે.

 
દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસિત કરવા માટે તેમજ દેશના યુવાનો ‘જોબ સીકર’ ને બદલે ‘જોબ ગિવર’ બને તે ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ મિશન શરૂ કર્યું છે. આ મિશન માટે કામ કરવામાં ગુજરાત મોખરે રહ્યું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 (SSIP 2.0) પણ જાહેર કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સ માટે સુવિધાઓ વિકસિત કરવામાં ગુજરાત એક કદમ આગળ વધી રહ્યું છે.
પ્રારંભિક તબક્કાના 500 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ
i-Hub દ્વારા વિકસિત આ અત્યાધુનિક કોમ્પલેક્સ ફ્લેક્સિબલ, પ્રારંભિક સ્ટાર્ટઅપ્સને અનુકૂળ અને સહયોગી કો-વર્કિંગ સ્પેસનું મિશ્રણ છે, જે વિચારોના આદાન-પ્રદાનને પ્રોત્સાહિત કરશે. સાથે જ તેની ભવિષ્યવાદી અને અદ્યતન ટેક્નોલોજી સાથે બનાવવામાં આવેલી લેબમાં પ્રારંભિક સ્ટાર્ટઅપ માટેની તમામ સુવિધાઓ હશે. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં પ્રારંભિક તબક્કાના 500 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં i-Hub દ્વારા 429 સ્ટાર્ટઅપ્સને ઈન્ક્યુબેશન સપોર્ટ આપવામાં આવ્યો છે જેની વેલ્યુ 2300 કરોડ છે અને 430 કરોડની ક્યુમીલેટીવ રેવન્યુ જનરેશન થઈ છે. તો 1400 નોકરીની તકોનું સર્જન થયુ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ 2019, 2020 અને 2021 એમ સતત ત્રણ વર્ષો સુધી ગુજરાત બેસ્ટ પર્ફોમર રાજ્ય રહ્યું હતું. યુવાનોને રોજગાર આપીને, તેમને કૌશલ્ય પ્રદાન કરીને અને તેમને સન્માન અને ગૌરવ આપીને એક નવીન દ્રષ્ટિકોણ સાથે ગુજરાત સરકારે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારી છે.
i-Hub દ્વારા વિકસિત સેન્ટરની વિશેષતાઓ
કો-વર્કિંગ સ્પેસ: i-Hub સ્ટાર્ટઅપ્સને કો-વર્કિંગ સ્પેસ ઓફર કરે છે જે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સહિતની મૂળભૂત સુવિધાઓથી સુસજ્જ છે અને તેનો પ્લગ-એન-પ્લે મોડલમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. 1,50,000 ચોરસ ફૂટનું સંપૂર્ણ નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યુ છે, જેમાં એકસાથે 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકશે. 
 
 
 

Related posts

લાલ કિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાતના 6 માછીમાર દંપતી અને 2 કારીગરો ભાગ લેશે

Navbharat

ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, નૃત્યો મળી 15 સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં

Navbharat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન કર્યું

Navbharat