NavBharat
Politics/National

રાજ્ય સરકારે સહકારી મંડળીની નોંધણી સરળ રીતે થાય એ માટે ઓનલાઈન પ્રકિયા શરૂ કરી – મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા ‘રાજ્ય કક્ષાનો યુવા સહકારી સેમિનાર’ આજે અમદાવાદ ખાતે યોજાયો હતો. સહકાર, લઘુ- સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ સેમિનારમાં સંબોધન કરતા કહ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી છે અને આ મંત્રાલયની કમાન અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે. દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા માટે એક અલગ વહીવટી, કાનૂની અને નીતિગત માળખું પૂરું પાડવું, સહકારી સંસ્થાઓને પાયાના સ્થળ સુધી પહોંચતા લોકો આધારિત ચળવળ તરીકે સરકાર આપવા અને સહકાર માટે ‘વેપારમાં સરળતા’ અને ‘ સહકારથી સમૃદ્ધિ’ એ મુખ્ય મંત્ર છે.

 
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ચાલતી સહકારી પ્રવૃત્તિઓની દેશ અને દુનિયામાં નોંધ લેવાઈ રહી છે. સમગ્ર રાજ્યના ખૂણે ખૂણે કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા લોકોના જીવન ધોરણમાં ઊંડીને આંખે વળગે તેઓ બદલાવ આવ્યો છે.
આ સેમિનારમાં ઉપસ્થિત યુવાઓને માર્ગદર્શન આપતા  જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, દેશની પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી સુધી પહોંચવામાં સરકારી ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન રહેવાનું છે. સહકારી ક્ષેત્રમાં ખૂબ જ પ્રમાણમાં વિપુલ તકો રહેલી છે, જેનો ફાયદો આજના યુવાનોએ ઉઠાવવો જોઈએ. પાંચ, દસ કે પંદર જેટલા યુવાનોએ ભેગા મળીને સહકારી મંડળી શરૂ કરવી જોઈએ.
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સહકારી મંડળીની નોંધણી સરળ રીતે થાય એ માટે ઓનલાઈન પ્રકિયા શરૂ કરી છે, જેના થકી ઓનલાઈન મંડળીઓ સરળતાથી નોંધાઈ શકે. આમ, યુવાનોએ જ સહકારી મંડળી શરૂ કરીને બીજા યુવાનોને મદદરૂપ થવું જોઈએ. આ અવસરે મંત્રી એ યુવાનો સમક્ષ સંવાદ કરતા અનેક સહકારી મંડળીઓની પણ વાત કરી હતી જે આજે દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. 
 
 

Related posts

મન કી બાત પ્રસારણ વર્ષનો છેલ્લો એપિસોડ

Navbharat

મધ્યપ્રદેશ: ચૂંટણી માહોલ વચ્ચે સિંધિયાનો ભાવુક વીડિયો, વૃદ્ધ મહિલાને ગળે લગાવી લીધા આશીર્વાદ

Navbharat

એમપીના સિંગરૌલીમાં કેજરીવાલનો રોડ શૉ, કહ્યું- ‘જે દિવસે ચૂંટણી પરિણામ આવશે, ત્યારે મને ખબર નથી કે હું જેલમાં હોઈશ કે બહાર પણ…!’

Navbharat