NavBharat
Gujarat

અરવલ્લી: SP શૈફાલી બારવાલે બે પોલીસકર્મીઓની બદલી કરતા પોલીસ બેડામાં અનેક તર્ક વિતર્ક

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે બે પોલીસ કર્મીઓની બદલી કરતા પોલીસતંત્રમાં અનેક ચર્ચાઓનો દોર શરુ થયો છે. જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મીઓની બદલી સતત વિવાદિત મુદ્દો પોલીસ બેડા માટે રહ્યો છે. જિલ્લા SP શૈફાલી બારવાલ જિલ્લા પોલીસતંત્રમાં બદલીઓનો દોર યથાવત રાખ્યો છે. જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે કટિબદ્ધ હોવાનું ચાર્જ સંભાળતાની સાથે મીડિયાને જણાવી બુટલેગરો માટે સૂચક સંદેશ આપ્યો હતો

અરવલ્લી જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સરકારનો પગાર લઈ બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવવા જતા સસ્પેન્ડ થઇ ચૂક્યા છે. જિલ્લા પોલીસતંત્રમાં ઉધઈની માફક ભ્રષ્ટાચાર પોલીસની છબીને કોરી રહ્યો હોવાની બૂમો સતત ઉઠતી રહી છે. જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિકુમાર પંકજભાઈની બદલી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રશાંતકુમાર રમેશચંદ્રની બદલી સાઠંબા પોલીસ સ્ટેશનમાં વહીવટી કારણોસર જાહેરહિતમાં બદલી કરી તાત્કાલિક બદલી સ્થળે હાજર થવા અંગે તાકીદ કરી છે. દિવાળી પર્વમાં પોલીસતંત્રમાં ભારે ઉલટફેર જોવા મળશેની ચર્ચા વચ્ચે ફક્ત બે પોલીસકર્મીઓની બદલીએ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

Related posts

‘વિકસિત ભારત’ એ માત્ર શબ્દો નહીં પરંતુ 70 કરોડથી વધુ ગરીબોને સશક્ત અને સૌની સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર –  અમિતભાઇ શાહ

Navbharat

AMC દ્વારા પૂર્વ વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા દૂર, વાહનો સામે દંડ કાર્યવાહી કરવામાં આવી

Navbharat

ગાંધીગનર સિવીલ હોસ્પિટલની મિલ્ક બેંક દ્વારા 12 હજારથી વઘુ ઘાત્રી માતાઓનું મિલ્ક ડોનેશન માટે કાઉન્સીલીંગ કરાયું : બે હજારથી વઘુ નવજાત શિશુને લાભ

Navbharat