મનોરંજન, જવાબદારી અને અનુકંપાને જોડતાં માર્ગ સુરક્ષાના કાજને વધુ મજબૂત બનાવવા મહારાષ્ટ્ર હાઈવે ટ્રાફિક
પોલીસ સાથે MTV રોડીઝ- કર્મ યા કાંડે મુંબઈમાં એક દાખલારૂપ ભાગીદારી કરી હતી. માનવતાવાદી, દાતા અને
અભિનેતા સોનુ સૂદ સાથે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની સમર્પિત ટીમ તાજેતરમાં મુંબઈમાં અંધેરી પશ્ચિમ ખાતે
ગલીઓમાં દેખાયા હતા. શોમાં આવતા અણધાર્યા વળાંકોની જેમ જ ટીમે હેલ્મેટ નહીં પહેરનાર માટે દંડને બદલે
હેલ્મેટ આપી હતી. ભવિષ્યમાં તેઓ માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરે તે માટે તેમને મદદરૂપ થવા માટે કર્મના કૃત્ય
તરીકે તેમણે હેલ્મેટો વિતરણ કરી હતી. આ પહેલના ભાગરૂપે MTV દ્વારા મહારાષ્ટ્ર હાઈવે ટ્રાફિક પોલીસને બિન નફો
કરતી સંસ્થા યશલોક ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 500 રોડીઝ બ્રાન્ડેડ હેલ્મેટોનું વિતરણ કર્યું હતું.
સોનુ સૂદ શોનો હોસ્ટ છે. તેણે નિયમો તોડનારને તેમના જીવનના રક્ષણ માટે રોડીઝ બ્રાન્ડેડ હેલ્મેટો આપી હતી. આ
પહેલ વિશે બોલતાં સોનુ સૂદ કહે છે, આ પહેલ થકી અમારું લક્ષ્ય નિયમોનો અમલ કરવા ઉપરાંત કાંઈક કરવાનું હતું.
આના ભાગરૂપે દરેક કાંડને રોડીઝની પદ્ધતિથી સાહસનો જોશ અકબંધ રાખીને જવાબદારીની સંસ્કૃતિ પોષીને કર્મમાં
ફેરવવાનો આ પાછળનો વિચાર હતો. માર્ગ સુરક્ષા એકત્રિત જવાબદારી છે અને પાદચારીઓ અને રાઈડરો માટે
સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરવા હાઈવે ટ્રાફિક પોલીસ સાથે MTV રોડીઝની આ અર્થપૂર્ણ ભાગીદારીનો હિસ્સો
બનવાનું મને ગૌરવજનક લાગે છે.”
મહારાષ્ટ્ર હાઈવે ટ્રાફિક પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) શ્રી રવીંદર સિંગલે જણાવ્યું
હતું કે, “માર્ગ સુરક્ષાના કસ્ટોડિયન તરીકે અમાર ભૂમિકામાં અમારા બધા રસ્તાઓની સુરક્ષાની રાખવાની અમારી
કટિબદ્ધતા છે. મને કર્મ યા કાંડ નામે MTV રોડીઝ દ્વારા હાથ ધરાયેલી આ અજોડ પહેલને પહોંચ આપવામાં ખુશી થાય
છે. આ પ્રયાસ યશલોક વેલફેર ફાઉન્ડેશન અને મહારાષ્ટ્ર હાઈવે ટ્રાફિક પોલીસ સાથે સહયોગમાં હાથ ધરાયો હતો, જે
બહુ મહત્ત્વ ધરાવે છે.
next post