NavBharat
Business

ઓક્ટોબરમાં GST કલેક્શનમાં નોંધપાત્ર વધારો, 13 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો

નાણા મંત્રાલયે બુધવારે માહિતી આપી હતી કે, ઓક્ટોબર મહિનામાં દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન રૂ.1.72 લાખ કરોડ રહ્યું હતું, જે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે. આ કલેક્શન ઓક્ટોબર, 2022માં રૂ. 1.52 લાખ કરોડ કરતાં 13 ટકા વધુ નોંધાયું છે.

મીડિયા અહેવાલ અનુસાર, ઓક્ટોબર, 2023 માટે GST રેવન્યુ કલેક્શન રૂ.1.72 લાખ કરોડ રહ્યું છે, જે એપ્રિલ, 2023 પછી બીજા ક્રમનું સૌથી વધુ છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, વાર્ષિક ધોરણે 13 ટકાનો રેકોર્ડ વધારો થયો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) થી અત્યાર સુધીની સૌથી વધુ આવક એપ્રિલ, 2023માં રૂ.1.87 લાખ કરોડ નોંધાઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ ગ્રોસ માસિક GST કલેક્શન હવે રૂ.1.66 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં 11 ટકા વધુ છે.

જણાવી દઈએ કે, નાણા મંત્રાલય દર મહિને માસિક GST કલેક્શનના આંકડા જાહેર કરે છે. આ આંકડો દર્શાવે છે કે દર મહિને કેટલો GST વસૂલવામાં આવે છે. વાસ્તવમાં સરકારે કરચોરી રોકવા માટે જીએસટીની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે સરકાર લોકોને GST ચૂકવવા માટે ઘણા અભિયાનો પણ ચલાવી રહી છે.

Related posts

નવી રેન્જ રોવર વેલાર: અદ્યતન સુંદરતા સાથે આકર્ષક ડિઝાઇન

Navbharat

Q3 પરિણામ: Zomato એ સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 138 કરોડનો નફો નોંધાવ્યો છે

Navbharat

વાઇબ્રન્ટ ગુજરાત 2024

Navbharat