IPL 2024ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સની ટીમમાં મોટો ફેરફાર થયો છે. ફ્રેન્ચાઈઝીએ ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. રવિવારે રિટેન્શન ડે પર તમામ ફ્રેન્ચાઈઝીએ રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે પહેલા હાર્દિક પંડ્યાને રિટેન કર્યો હતો, પરંતુ થોડા સમય બાદ મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.
આથી, રિટેન્શન ડેના બીજા દિવસે ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને તેમની ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર વિક્રમ સોલંકાએ જણાવ્યું હતું કે, શુભમન ગિલે છેલ્લા બે વર્ષમાં શાનદાર રીતે પ્રદર્શન કર્યું છે આથી, હવે સમય આવી ગયો છે કે તેને હવે માત્ર બેટ્સમેન તરીકે નહીં પરંતુ એક લીડર તરીકે જોવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મેદાન પર તેમના યોગદાનને પગલે ગુજરાત ટાઇટન્સને એક મજબૂત તાકાત બનીને રજૂ થવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે, 2022માં એક સફળ અભિયાન અને 2023માં મજબૂત પ્રદર્શનના માધ્યમથી તેમણે ટીમનું માર્ગદર્શન કર્યું છે. તેમની ક્ષમતા મેદાન પરના તેમના પ્રદર્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે અને અમે તેની શરૂઆત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. શુભમન જેવા યુવા ખેલાડીઓ હવે લીડરના નેતૃત્વમાં નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે.
બીજી તરફ શુભમન ગીલે પણ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ગિલે કહ્યું કે, હું ગુજરાત ટાઇટન્સની કપ્તાની સંભાળીને ખુશ અને ગર્વ અનૂભવી રહ્યો છું અને આવી સારી ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર. અમારી પાસે મજબૂત બે સિઝન છે અને હું અમારી આકર્ષક બ્રાન્ડ ક્રિકેટ સાથે ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સુક છું.