NavBharat
Education

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન 2022 ના વિજેતાઓનું સન્માન કર્યું, ઇન્ડિયાસ્કિલ્સ 2023-24 લોન્ચ કરી

શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન 2022
સ્પેશિયલ એડિશનમાં દર્શાવેલી તેમની ઉત્કૃષ્ટ પ્રતિભા અને કૌશલ્યોને બિરદાવતા ભારતના 18 ઉમેદવારોનું સન્માન કર્યું. ભારતે 50
કૌશલ્યોમાં ભાગ લીધો અને 2 સિલ્વર મેડલ, 3 બ્રોન્ઝ મેડલ અને 13 મેડલિયન ફોર એક્સેલન્સ સાથે 11મું સ્થાન મેળવ્યું. એક ભવ્ય
કાર્યક્રમ દરમિયાન વિજેતાઓ અને તેમના એક્સપર્ટ ટ્રેનર્સને પ્રમાણપત્રો અને રોકડ ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
માનનીય મંત્રી શ્રી પ્રધાને આ મહત્વપૂર્ણ પ્રસંગે ઇન્ડિયાસ્કિલ્સ 2023-24ની પણ શરૂઆત કરી, જે દેશની સૌથી મહત્વપૂર્ણ નેશનલ સ્કિલ
કોમ્પિટિશન છે. ઉમેદવારો સ્કિલ ઈન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે. આ કાર્યક્રમમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ
સાહસિકતા મંત્રાલય (MSDE)ના સચિવ શ્રી અતુલ કુમાર તિવારી, યુજીસીના અધ્યક્ષ પ્રો. એમ. જગદીશ કુમાર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ
સાહસિકતા મંત્રાલયના અધિક સચિવ શ્રી કૃષ્ણ કુમાર દ્વિવેદી, AICTEના ચેરમેન પ્રો. ટી. જી. સીતારામ, ડાયરેક્ટર જનરલ (ટ્રેનિંગ) સુશ્રી
ત્રિશાલજીત સેઠી અને NSDC ના CEO તેમજ NSDC ઇન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વેદ મણિ તિવારી ઉપસ્થિત રહ્યા હતા.
વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન 2022 સ્પેશિયલ એડિશન એ વર્લ્ડસ્કિલ શાંઘાઈ 2022નું સત્તાવાર રિપ્લેસમેન્ટ હતું, જે મહામારીના કારણે મે
મહિનામાં રદ કરવામાં આવ્યું હતું. તેના મૂળ ફોર્મેટથી અલગ, કૌશલ્ય સ્પર્ધાઓ 15 દેશો અને પ્રદેશોમાં 7 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર 2022
દરમિયાન 12 અઠવાડિયાઓમાં યોજાઈ હતી.
સિલ્વર મેડલના વિજેતાઓને રૂ.8 લાખના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના એક્સપર્ટ્સને રૂ.3 લાખનો રોકડ
પુરસ્કાર આપવામાં આવ્યો હતો. બ્રોન્ઝ મેડલના વિજેતાઓને રૂ.6 લાખનો રોકડ પુરસ્કાર અને તેમના એક્સપર્ટ્સને રૂ.2 લાખનો રોકડ
પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મેડલિયન ફોર એક્સલન્સ મેળવનાર ઉમેદવારો અને એક્સપર્ટ્સને અનુક્રમે રૂ.2 લાખ અને રૂ.1 લાખનો
રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંબોધન કરતા માનનીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, “માનનીય વડાપ્રધાન
શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમે 21મી સદીમાં નેતૃત્વ કરવા માટેની યોગ્યતા, એપ્લાઇડ નોલેજ અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગને સમાન
મહત્વ આપી રહ્યા છીએ. સ્કિલ કોમ્પિટિશન્સ આપણી સ્કિલિંગ સિસ્ટમના મુખ્ય ઘટકનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતના યુવાનોની
રોજગાર ક્ષમતા અને બજાર સ્વીકૃતિને વધારે છે, જેઓ રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)
2020 એ શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસના એકીકરણને ઔપચારિક બનાવી રહી છે ત્યારે મને વિશ્વાસ છે કે MSDE વર્લ્ડ સ્કિલ 2023-
24માં ભારતની સહભાગિતાને વિસ્તૃત કરશે અને ભારતને ટોચના 10માં સ્થાન અપાવશે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર
બનાવવાના વિઝનને સાકાર કરવા માટે હું ઉદ્યોગો, શિક્ષણવિદો અને નીતિ ઘડવૈયાઓને સાથે મળીને કામ કરવા અને કૌશલ્ય વિકાસને જન-
આંદોલન બનાવવા વિનંતી કરું છું.”

આ કાર્યક્રમમાં વિજેતાઓએ તેમની પ્રેરણાદાયી કહાણીઓ પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ કેવી રીતે જીવલેણ મહામારી સહિત
તમામ અવરોધો સામે લડ્યાં, કેવી રીતે તેમના સંબંધિત ટ્રેડમાં વિશ્વના શ્રેષ્ઠ ઉમેદવારો સામે સ્પર્ધા કરવા માટે વિદેશ ગયા અને અતૂટ નિશ્ચય
અને અદમ્ય જુસ્સો દર્શાવ્યો. તેમનો ઉમંગ અને ઉત્સાહ માત્ર પ્રેરણાનો સ્ત્રોત જ નથી પરંતુ અન્ય ઉમેદવારો માટે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની
સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનું પ્રેરક બળ પણ છે.
46મી વર્લ્ડસ્કિલ્સનું આયોજન 2021માં કરવામાં આવ્યું હતું પરંતુ મહામારીના કારણે 2020માં મુલતવી રાખવામાં આવ્યું હતું. આ વિશેષ
આયોજનમાં 84 દિવસ સુધી 29 અલગ-અલગ કાર્યક્રમોમાં 400,000થી વધુ મુલાકાતી આવ્યા હતાં. 56 સભ્ય દેશો અને પ્રદેશોના
લગભગ 1,000 સ્પર્ધકોએ 62 કૌશલ્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
ભારતે 50 કૌશલ્ય સ્પર્ધાઓમાં 56 સ્પર્ધકો અને 50 નિષ્ણાતો સાથે ભાગ લીધો હતો. નોંધનીય છે કે પરંપરાગત રીતે પુરુષો દ્વારા વર્ચસ્વ
ધરાવતા વેલ્ડીંગ, પ્લમ્બિંગ, હીટિંગ, સીએનસી મિલિંગ, સીએનસી ટર્નિંગ, ઈલેક્ટ્રોનિક્સ અને બ્રિકલેઈંગ જેવા કૌશલ્યોમાં 19% સ્ત્રીઓની
ભાગીદારી હતી. દેશની પ્રગતિમાં નારી શક્તિને સશક્ત કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન સાથે તે સુસંગત છે.
ટીમ ઈન્ડિયાએ ઈન્ડસ્ટ્રી 4.0, રોબોટ સિસ્ટમ ઈન્ટિગ્રેશન, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ,
ડિજિટલ કન્સ્ટ્રક્શન હેઠળ સૂચિબદ્ધ 6 નવા ભાવિ કૌશલ્યોમાં પણ ભાગ લીધો હતો.

2011ની વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 39મા સ્થાનેથી 2022માં 11મા સ્થાને પહોંચવું એ
યુવાનો માટે ક્રોસ-ઇન્ડસ્ટ્રી તાલીમની વધતી જતી માંગને દર્શાવે છે. યુવાનોન કારકિર્દીની તકોને વિસ્તૃત કરવામાં અને કુશળતાની વિશાળ
શ્રેણી પ્રાપ્ત કરવામાં તે મદદ કરે છે અને વર્તમાન રોજગાર ક્ષેત્ર માટે જરૂરી રોજગાર ક્ષમતામાં વધારો કરે છે.
વધુમાં, ઈન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન 2023-24નો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય કૌશલ્ય ધોરણોને સમર્થન આપીને, સ્પર્ધાત્મકતા અને નવીનીકરણને
પ્રોત્સાહન આપીને યુવા ભારતીયોના સપનાને સાકાર કરવાનો છે. આ ઇવેન્ટ ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ, ગ્રીન જોબ્સ અને મેન્યુફેક્ચરિંગ
જેવા 15 થી વધુ ક્ષેત્રોને સમાવિષ્ટ કરશે, જેમાં ઓટોબોડી રિપેર, CNC મિલિંગ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, રોબોટ સિસ્ટમ ઈન્ટિગ્રેશન, વોટર
ટેક્નોલોજી અને રિન્યુએબલ એનર્જી જેવા ટ્રેડમાં સ્પર્ધકો ભાગ લેશે.
વર્લ્ડસ્કિલ્સ અથવા ઈન્ડિયાસ્કિલ્સ જેવી કૌશલ્ય સ્પર્ધાઓ ઉભરતા વ્યવસાયિકોને તેમના કૌશલ્યોને સંપૂર્ણતા સાથે પ્રદર્શિત કરવા માટે એક
પ્લેટફોર્મ પ્રદાન કરીને કારકિર્દીને આગળ લઇ જવા માટે મદદરૂપ બને છે. તે સરકારો, ઉદ્યોગો અને શિક્ષણવિદો વચ્ચે કૌશલ્યના અંતરને
(સ્કિલ ગેપ) દૂર કરવા અને સતત વિકસી રહેલા રોજગાર ક્ષેત્રો માટે સહકાર આપીને યુવાનોને તૈયાર કરે છે. આવનારા સમયમાં, આ પ્રકારના
પ્રયાસો ભારતીય યુવાનોને યોગ્યતા, શ્રેષ્ઠતા અને ઉત્પાદકતાના વિશ્વ-સ્તરના ધોરણો પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

પરિશિષ્ટ

1 પ્રવીણકુમાર ગિરિ

સિલ્વર વોટર ટેક્નોલોજી સ્ટટગાર્ટ, જર્મની રજત કુમાર

2 નંદિતા સક્સેના

સિલ્વર પેટિસરી અને કોન્ફેક્શનરી
(પેસ્ટ્રી અને મિષ્ટાન્ન) લુસર્ન, સ્વિટ્ઝર્લેન્ડ વિનેશ જ્હોની

3 લિકિથ કુમાર વાયપી

બ્રોન્ઝ
પ્રોટોટાઇપ મોડેલિંગ બર્ન, સ્વિટ્ઝર્લેન્ડ ભાસ્કર સિંઘ બી

4 કાર્તિક ગૌડા અને અખિલેશ નરસિમ્હામૂર્તિ

બ્રોન્ઝ
મિકોટ્રોનિક્સ સ્ટટગાર્ટ, જર્મની ભાગ્યશ્રી પાટિલ

5 અનુશ્રી શ્રીનિવાસન

બ્રોન્ઝ
હોટલ રિસેપ્શન મોન્ટ્રેક્સ, સ્વિટ્ઝર્લેન્ડ આગમન બાઉરી

6 સ્ટીવન હેરિસ

મેડેલિયન ફોર એક્સલન્સ
ગ્રાફિક ડિઝાઇન ટેક્નોલોજી ઓરાઉ, સ્વિટ્ઝર્લેન્ડ સતીશ નારાયણ

7 પ્રથમ શર્મા

મેડેલિયન ફોર
એક્સલન્સ બેકરી લુસર્ન, સ્વિટ્ઝર્લેન્ડ ડૉ. અવિન

8 અભિનવ વર્મા

મેડેલિયન ફોર
એક્સલન્સ 3ડી ડિજિટલ ગેમિંગ

આર્ટ કોરિયા, ગોયાંગ પ્રદીપ કુમાર

9 વૈશાખ

મેડેલિયન ફોર
એક્સલન્સ ઇન્ફર્મેશન નેટવર્ક કેબલિંગ જાપાન, ક્યોટો નિનાદ દેસાઈ

10 અદ્વૈત

મેડેલિયન ફોર
એક્સલન્સ વેબ ટેક્નોલોજીસ કોરિયા, ગોયાંગ ધ્રુવ જોશી

11 સુબાસીસ પૌલ

મેડેલિયન ફોર
એક્સલન્સ જ્વેલરી જીનીવા, સ્વિટ્ઝર્લન્ડ અનુપમ કર્માકર

12 સોનુ લેથર

મેડેલિયન ફોર
એક્સલન્સ ઓટોબોડી રિપેર બર્ન, સ્વિટ્ઝર્લેન્ડ ધવલ રાજપૂત

13 મોહમ્મદ સૈયદ અને
મોહમ્મદ ફૈઝલ

મેડેલિયન ફોર
એક્સલન્સ મોબાઈલ રોબોટિક્સ બોર્ડેક્સ, ફ્રાન્સ કરણ પાટિલ

14 સરસ્વતી પીવી

મેડેલિયન ફોર
એક્સલન્સ હેલ્થ એન્ડ સોશિયલ કેર બોર્ડેક્સ, ફ્રાન્સ જયદીપ હર્બર્ટ

15 દિવેજ્ય

મેડેલિયન ફોર
એક્સલન્સ ફેશન ટેક્નોલોજી હેલસિંકિ, ફિનલેન્ડ મોનિકા ગુપ્તા

16 ચાર્મી સેન

મેડેલિયન ફોર
એક્સલન્સ હેરડ્રેસિંગ હેલસિંકિ, ફિનલેન્ડ સામંથા કોચર

17 સુબ્રત પટેલ

મેડેલિયન ફોર
એક્સલન્સ રેસ્ટોરન્ટ સર્વિસિસ લુસર્ન, સ્વિટ્ઝર્લેન્ડ પારિતોષ ડબરાલ

18 મોહમ્મદ સલમાન

મેડેલિયન ફોર
એક્સલન્સ ઓટોમોબાઈલ

ટેક્નોલોજી ડ્રિસ્ડેન, જર્મની પ્રસન્ના સમેલ

Related posts

ગુજરાત યુનિવર્સિટીમાં હિંસક હુમલામાં વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા

Navbharat

યુનાએકેડમીએ વિદ્યાર્થીઓને શિક્ષિત વ્યક્તિ માટે મત આપવાનું કહેવા બદલ શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યો

Navbharat

સ્કિલ ઇન્ડિયા ડિજિટલ એ તમામ કૌશલ્ય પહેલોને એકસાથે લાવવા માટે એક અદ્યતન પ્લેટફોર્મ છે – શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

Navbharat