NavBharat
Spiritual

કાર્તિક પૂર્ણિમાએ રચાઈ રહ્યો છે ‘શિવ’ મહાયોગ, જાણો દેવ દિવાળી ક્યારે ઊજવાશે અને શુભ સમય વિશે!

સનાતન ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે પૂજા, જપ અને તપ કરવાની પરંપરા છે. આ વર્ષે કારતક પૂર્ણિમા 26 નવેમ્બરે ઊજવાશે. હિંદુ કેલેન્ડરના મતે કાર્તિક પૂર્ણિમા તિથિ પર એક દુર્લભ શિવ યોગ બની રહ્યો છે. શાસ્ત્રોમાં સૂચિત છે કે કારતક પૂર્ણિમા તિથિના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી, દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાએ ઊજવવામાં આવે છે.

શિવ યોગ

કાર્તિક પૂર્ણિમાના દિવસે શિવ યોગ બની રહ્યો છે. આ યોગની રચના મોડી રાત્રે 11.39 વાગ્યા સુધી છે. શાસ્ત્રોમાં શિવ યોગને શુભ મનાય છે. આ યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી ચોક્કસ ફળ મળે છે.
તે જ સમયે, બધા અટકાયેલા કામો પણ થવા લાગે છે.

શુભ સમય

પંચાંગ અનુસાર, કારતક પૂર્ણિમાની તારીખ 26 નવેમ્બરે બપોરે 03:53 વાગ્યે શરૂ થશે અને 27 નવેમ્બરે બપોરે 02:45 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ માનવામાં આવે છે. તેથી કાર્તિક પૂર્ણિમા 26 નવેમ્બરે ઊજવવામાં આવશે.

સિદ્ધ યોગ

કાર્તિક પૂર્ણિમાના શિવયોગ પછી સિદ્ધ યોગ રચાઈ રહ્યો છે. આ યોગ સવારે 11:39 કલાકે રચાઈ રહ્યો છે, જે બીજા દિવસ સુધી છે. જ્યોતિષીઓ સિદ્ધ યોગને શુભ માને છે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

આજથી છઠ પૂજા શરૂ, ભગવાન સૂર્યને આ ખાસ સમયે ચઢાવો અર્ધ્ય, જાણો સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય

Navbharat

ગુરુ ગ્રહને ભાગ્ય સાથે જોડવામાં આવે છે, જીવનમાં કેટલીક સમસ્યાઓનું આવશે નિરાકરણ

Navbharat

પૂજ્ય મોરારી બાપુ દ્વારા આયોજિત ઐતિહાસિક 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનું ગુજરાતમાં તલગાજરડા ખાતે સફળ સમાપન

Navbharat