વિકસિત ભારત સંકલ્પ યાત્રા : અમદાવાદ જિલ્લો કે જ્યાં વિકસિત ભારત રથ એટલે સેવાઓનો રથ ફર્યોહતો.
અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી યોજનાકીય લાભોની વણઝાર થઈ હતી.
20,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લીધો લાભ, 1700થી વધુ યુવાનોએ ‘માય ભારત’ પોર્ટલ પર
રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
પાત્રતા ધરાવતા 11,000થી વધુ લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડની પ્રક્રિયા કરાઈ જેમાંથી 7000 લાભાર્થીઓને કાર્ડ એનાયત કરાયાં હતા.
કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે, તમામ લાભાર્થી અને નાગરિકો સુધી યોજનાઓને પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ફરી રહી છે.
અમદાવાદ જિલ્લાનાં ગામડાંઓમાં વિકસિત ભારત રથનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે અને બહોળી સંખ્યામાં લોકો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.
આજ દિન સુધી જિલ્લાના 80થી વધુ ગામડાંઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી ચૂકી છે, જ્યાં 38,000થી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે દરેક ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 20,000થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે.
પાત્રતા ધરાવતા 11,000થી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવાની પ્રક્રિયા કરાઈ હતી જેમાં સ્થળ પર ત્વરિત 7000થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું ત્વરિત વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત અત્યાર સુધીમાં 1700થી વધુ યુવાનોએ ‘માય ભારત’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર ૧૭થી વધારે યોજનાકીય લાભોની વણઝાર વરસી રહી છે. અત્યાર સુધી
અમદાવાદ જિલ્લામાં 80થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા, 38000થી વધુ લોકોએ લીધા શપથ, 20,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું. .