NavBharat
Gujarat

100થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા-53000થી વધુ લોકોએ લીધા વિકસિત ભારત માટે શપથ

અમદાવાદ જિલ્લો- વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આ યાત્રા 100થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા-53000થી વધુ લોકોએ લીધા વિકસિત ભારત માટે શપથ.

 
29,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કેમ્પનો લીધો લાભ, 2400થી વધુ યુવાનોએ ‘માય ભારત’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન થયું. આ સાથે 9500 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ એનાયત કરાયાં
કેન્દ્ર સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે, તમામ લાભાર્થી અને નાગરિકો સુધી યોજનાઓને પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદ શહેર તથા જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઠેર ઠેર ફરી રહી છે.
અમદાવાદ જિલ્લાનાં ગામડાંઓમાં વિકસિત ભારત રથનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે અને બહોળી સંખ્યામાં લોકો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.
આજ દિન સુધી જિલ્લાના 100થી વધુ ગામડાંઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી ચૂકી છે, જ્યાં 53,000થી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે દરેક ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 29,000થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે.
પાત્રતા ધરાવતા 14,000થી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવાની પ્રક્રિયા કરાઈ હતી જેમાં સ્થળ પર ત્વરિત 9500થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું ત્વરિત વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત અત્યાર સુધીમાં 2400થી વધુ યુવાનોએ ‘માય ભારત’ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર 17થી વધારે યોજનાકીય લાભોની વણઝાર વરસી રહી છે. 

આ સાથે અમદાવાદ જિલ્લાના અનેક ગામડાઓમાં વિકસિત ભારત રથનું ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે અને બહોળી સંખ્યામાં લોકો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.

આજે ધોળકા તાલુકાના ગીરંદ અને વિરપુર ખાતે વિકસિત ભારત રથ પહોંચ્યો હતો જ્યાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
બંને ગામોમાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઉજ્જવલા યોજના, પીએમ કિસાન નિધિ યોજના, ખેતીવાડી યોજના જેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.
 
 
 
 
 
 
 
 
 

Related posts

નેશનલ હૅન્ડલુમ દિવસ: ગુજરાતની વિસરાતી કળા-કારીગરીને ODOP આપશે જીવતદાન

Navbharat

ચંદ્રયાન ૩

Navbharat

માંડવી બીચ ખાતે સરકારી જમીન પર આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી

Navbharat