NavBharat
Business

મની લોન્ડરિંગ કેસમાં FTXના સહ-સ્થાપક અને ક્રિપ્ટો ટાઇકૂન સેમ બેંકમેન ફ્રાઈડ દોષિત જાહેર, જાણો સંપૂર્ણ મામલો!

મની લોન્ડરિંગના કેસમાં ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ FTXના સહ-સ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડ દોષી સાબિત થયા છે. એફટીએક્સ એક સમયે વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ હતી અને સેમ બેંકમેન ફ્રાઈડને ક્રિપ્ટો ટાઇકૂન તરીકે ઓળખવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર, ગુરુવારે ન્યૂયોર્ક કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. તેમની સામે છેતરપિંડી, ઉચાપત અને ગુનાહિત કાવતરાના કેસ નોંધવામાં આવ્યા છે. તેઓ 7 કેસમાં દોષી છે. ન્યૂયોર્કની જ્યુરીએ તેમને રોકાણકારો અને ગ્રાહકો સાથે $10 બિલિયનની છેતરપિંડી કરવા બદલ દોષિત ઠેરવ્યા છે.

ન્યૂયોર્ક જ્યુરીમાં છેલ્લા 5 અઠવાડિયાથી સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણી બાદ ન્યૂયોર્ક જ્યુરીએ પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. બેંકમેન ફ્રાઈડે દાવો કર્યો હતો કે તેમણે કોઈ છેતરપિંડી કરી નથી. જો કે, જ્યુરીએ આ દાવાને ફગાવી દીધો હતો. તમને જણાવી દઈએ કે FTX એક વર્ષ પહેલા નાદાર થઈ ગયું હતું.

ગયા વર્ષે બેંકમેનની થઈ હતી ધરપકડ

સેમ બેંકમેન ફ્રાઈડ વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં સુનાવણી લગભગ એક મહિના સુધી ચાલી હતી. તેમની કંપની FTX હવે નાદાર થઈ ગઈ છે અને તે પોતે પણ છેતરપિંડી માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. ગયા વર્ષે સેમ બેંકમેનની ધરપકડ કરાઈ હતી. પત્રકારો સાથે વાત કરતા યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સે કહ્યું કે, આ કૌભાંડ અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંનું એક છે.

બેંકમેને આ રીતે કરી હતી છેતરપિંડી!

મીડિયા અહેવાલ અનુસાર, બેન્કમેન પર રોકાણકારો અને ધિરાણકર્તાઓ સાથે જૂઠું બોલીને FTXમાંથી અબજો ડોલરની ચોરી કરવાનો અને તેની નિષ્ફળ કંપનીને આગળ વધારવા માટે નાણાંનો ઉપયોગ કરવાનો આરોપ હતો. બેન્કમેને તેની ટ્રેડિંગ ફર્મ અલમેડા રિસર્ચ દ્વારા FTX ગ્રાહકો પાસેથી ભંડોળ મેળવ્યું અને તેને અલમેડા રિસર્ચના ધિરાણકર્તાઓને પહોંચાડ્યું. સાથે જ આરોપ છે કે તેમણે આ નાણાંનો ઉપયોગ મિલકત ખરીદવા, વિવિધ રોકાણ કરવા અને રાજકીય પક્ષોને દાન આપવા માટે પણ કર્યો હતો. ગયા વર્ષે જ્યારે FTX નાદાર થઈ ગયું, ત્યારે તેમણે અલમેડાને $8 બિલિયનનું દેવું હતું. આ કેસમાં બેંકમેનના ત્રણ ભૂતપૂર્વ સહયોગી અને મિત્રોને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. બેંકમેનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કેરોલિન એલિસને પોતાની સજા ઘટાડવા માટે બેંકમેન વિરુદ્ધ જુબાની આપી. હવે ટૂંક સમયમાં કોર્ટ બેંકમેનને સજા સંભળાવશે. એવું માનવામાં આવે છે કે બેંકમેનને એક દાયકાથી વધુ જેલમાં પસાર થવું પડી શકે છે.

Related posts

‘રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી, પીએમ મોદી સારા બહુમતથી સત્તામાં પાછા ફરશે’: નાણાપ્રધાન

Navbharat

SEBIએ IPOના નિયમોમાં ફેરફાર કર્યો, લિસ્ટિંગનો સમય અડધો કરીને 3 દિવસ કરવામાં આવ્યો

Navbharat

ઇન્ફોસિસ Q2FY24 પરિણામ: ₹18 પ્રતિ ઇક્વિટી શેરનું ડિવિડન્ડ

Navbharat