ઝી ટીવીના પ્રસિદ્ધ રિયાલિટી શો સા રે ગા મા પાની પહેલાની સિઝનની સફળતા બાદ તે
ફરીથી જોરશોરથી પાછો આવી ગયો છે, જજ તરીકે હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ
મલિકની સાથે હોસ્ટ તરીકે આદિત્ય નારાયણને લઈને. તાજેતરનો એપિસોડ દર્શકો માટે એક
ટ્રીટ હતો, કેમકે સંગીત મહાનુભાવ ઉદિત નારાયણ અને અભિજીત શોમાં મહેમાન તરીકે જોવા
મળ્યા હતા, તેની સાથોસાથ સુંદર સન્ની લિઓન પણ 90 સ્પેશિયલ એપિસોડમાં જોવા મળી
હતી.
સન્ની લિઓનએ તેના આગામી મ્યુઝિક વિડીયોને પ્રમોટ કરવા હાજરી આપી હતી, જેમાં તેમને
માધુરી દિક્ષિતના જાણિતા ગીત ‘મેરા પિયા ઘર આયા’નું રિક્રિએશન કર્યું હતું, જે ઝી મ્યુઝીક
કંપની દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ યાદગાર ગીતને જાણિતા કમ્પોઝર અનુ મલિક અને
એન્બી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે, જેમાં અદ્દભુત અવાજ નીતિ મોહન એ આપ્યો છે.
પ્રમોશન ઇવેન્ટ દરમિયાન સન્ની લિઓનએ આ પ્રોજેક્ટ માટે તેની લાગણી વ્યક્ત કરી હતી.
સન્ની લિઓનએ કહ્યું કે, “આ ગીતના શૂટિંગ પહેલા હું ખૂબ જ ચિંતિત હતી અને મને ખબર છે,
માધુરી મે’મએ જે રીતે આ ગીત કર્યું છે, એ રીતે તો હું ક્યારેય નહીં કરી શકું. આ ગીતએ
બોલિવુડનો પ્રસિદ્ધ ગીત છે અને મારી રજૂઆતએ તેમને એક ભાવાંજલી છે.”