NavBharat
Sport

IndvsAus: પહેલી ટી20 મેચ જીત્યા બાદ યુવા ‘ફિનિશર’ રિંકુ સિંહે MS ધોનીને કર્યો યાદ, કહી આ વાત!

વિશાખાપટ્ટનમમાં ગુરુવારે રમાયેલી શ્રેણીની પ્રથમ T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે 1 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. યુવા સ્ટાર રિંકુ સિંહે ઇનિંગ્સના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, જેને બાદમાં નો બોલ જાહેર કરવામાં આવ્યો હતો. જીત બાદ રિંકુએ પૂર્વ કેપ્ટન અને લોકપ્રિય મહેન્દ્ર સિંહ ધોનીનો ઉલ્લેખ ‘મિસ્ટર ફિનિશર’ તરીકે કર્યો હતો.

T20 મેચમાં 400+ રન

વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ T20 મેચમાં 400થી વધુ રન બનાવાયા હતા. ટોસ હારીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે લક્ષ્યનો પીછો કરતા 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને મેચ જીતી હતી. ખેલાડી રિંકુ સિંહ ફરી એકવાર ‘ફિનિશર’ સાબિત થયો. ભારતને છેલ્લા બોલ પર 1 રનની જરૂર હતી અને રિંકુએ સિક્સર ફટકારી હતી. જો કે, તે શોટ ગણ્યો ન હતો કારણ કે, સીન એબોટનો બોલ નો બોલ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે હવે 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

શું કહ્યું રિંકુએ?

ભલે મહેન્દ્ર સિંહ ધોનીએ ઓગસ્ટ, 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય, પણ તેનો ઉલ્લેખ ચોક્કસથી ક્યારેક આપણી સામે આવે છે. હવે, રિંકુ સિંહે જીત બાદ ધોનીનું નામ લીધું. જીત બાદ રિંકુએ કહ્યું, ‘મેં માહીભાઈ સાથે બે વાર વાત કરી છે અને તેમણે મને કહ્યું કે, દબાણમાં કેવી રીતે શાંત રહેવું. ગઈકાલે (ગુરુવારે) મેં તે જ અનુસર્યું હતું.

Related posts

ફરી એકવાર વિવાદોમાં સપડાયો આ પૂર્વ ભારતીય ક્રિકેટર, હવે લાગ્યો રૂ. 18 લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ

Navbharat

કોકા- કોલા અને આઈસીસીનું ધ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે તાજગીપૂર્ણ ખુશી લાવવા માટે જોડાણ

Navbharat

બૂમ-બૂમ બુમરાહની ઇન્સ્ટા સ્ટોરીએ મચાવી દીધો ખળભળાટ, MI છોડવા સુધીની ફેન્સ વચ્ચે થઈ રહી છે ચર્ચા!

Navbharat