NavBharat
Sport

ટીમ ઈન્ડિયાની હાર બાદ રિકી પોન્ટિંગે કહ્યું, મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ..!

ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક દિવસ રહ્યો હતો. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ 2023ના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારી હતી અને વિશ્વ વિજેતા બનતા ચૂકી હતી. જો કે, હવે ટીમ ઇન્ડિયાની હાર બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ખેલાડીઓ, સેલિબ્રિટી અને ચાહકો દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ આ ફાઇનલ મેચ પહેલા પિચને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. દરેક વ્યક્તિ માત્ર પીચ વિશે જ વાત કરી રહી હતી. હવે ભારતની હાર બાદ પણ પીચને લઈને ચર્ચા થઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, ભારતની હાર બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને સફળ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું હતું કે- આજે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ખૂબ જ ચિંતિત હતા. પછી પોન્ટિંગે તેમને સમજાવ્યા. રિકી પોન્ટિંગે કહ્યું કે, ‘કેટલાક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ પીચને લઈને ચિંતિત હતા. પરંતુ મેં તેમને કહ્યું કે, પીચની ચિંતા ન કરો. તે ક્રિકેટની પીચ છે, તે 22 યાર્ડ લાંબી છે અને ત્યાંથી બહાર જાઓ અને તમારી શ્રેષ્ઠ રમત રમો અને તેમણે આજે તે કરીને બતાવ્યું.

પિચના કારણે ઓસ્ટ્રેલિયાને મળી તક!

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનનું માનવું છે કે પિચના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમને ભારત પર વર્ચસ્વ જમાવવાની તક મળી. તેમણે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, ભારત હજુ પણ મજબૂત ટીમ છે પરંતુ પિચે ઓસ્ટ્રેલિયાને તક આપી. ભારતના ચાર બોલરોની સારી બેટિંગ કરવામાં અસમર્થતાએ તેમને પરેશાન કર્યા હતા. તેથી જ રાહુલ અને કોહલી વધારે જોખમ લઈ શક્યા નથી. તેઓ આઠમા નંબર પર શમીને લઈને ચિંતિત હતા.

Related posts

ઈન્ડોનેશિયાના બાલીમાં 210 કિલો વજન ગળા પર પડતાં ફિટનેસ ટ્રેનરનું મોત

Navbharat

વન ડે અને ટી-20માં ક્રિકેટમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ સાથે ટોપ પર, ટીમના ખેલાડીઓના આ છે રેન્ક 

Navbharat

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાની શક્યતા છે

Navbharat