NavBharat
Education

CTET ડિસેમ્બર-2023 માટે અરજી કરનારાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી કરી શકાશે એપ્લાય

સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) ડિસેમ્બર-2023 માટે અરજી કરી શકતા ન હોય તેવા ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ડિસેમ્બર-2023 સત્ર માટે યોજાનારી CTETમાં હાજર રહેવા માટે જરૂરી નોંધણી માટેની છેલ્લી તારીખ આગળ લંબાવી છે. બોર્ડ દ્વારા બુધવારે, 22 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, ઉમેદવારો હવે CTET ડિસેમ્બર-2023 માટે 27 નવેમ્બર સુધી અરજી કરી શકશે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા આજે એટલે કે 23 નવેમ્બરે સમાપ્ત થવાની હતી.

કેવી રીતે કરવી નોંધણી?

CTET ડિસેમ્બર-2023 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ CBSE દ્વારા શરૂ કરાયેલ આ પરીક્ષાના પોર્ટલ, ctet.nic.inની મુલાકાત લેવાની રહેશે. ઉમેદવારો આ વેબસાઇટના હોમ પેજ પરની સક્રિય લિંક દ્વારા સંબંધિત એપ્લિકેશન પૃષ્ઠની મુલાકાત લઈને અરજી કરી શકશે. અરજી કરતી વખતે, ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ચૂકવવાની રહેશે. પરીક્ષા ફી એક પેપર માટે રૂ. 1000 અને બંને પેપર માટે રૂ. 1200 નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે SC, ST અને દિવ્યાંગ માટે એક પેપર માટે રૂ. 500 અને બંને પેપર માટે રૂ. 600 ફી રહેશે. આ અંગેની વધુ માહિતી ઉમેદવાર આધિકારિક વેબસાઇડ પરથી મેળવી શકે છે. ઉમેદવારોએ તમામ શર્ત અને નિયમો વાંચી, સમજ્યા પછી જ અરજી કરવા સલાહ આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વર્ષમાં બે વાર યોજાતા CTETના જુલાઈ-2023ના સત્ર બાદ હવે CBSEએ ડિસેમ્બર 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, અરજીની પ્રક્રિયા આ મહિનાની શરૂઆતમાં 3 નવેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. છેલ્લી તારીખ 23 નવેમ્બર હતી, જે હવે ચાર દિવસ આગળ લંબાવવામાં આવી છે, ઉમેદવારોને CTET રજિસ્ટ્રેશન 2023 માટે વધારાનો સમય મળ્યો છે.

Related posts

20 પીજી અભ્યાસક્રમમાં 660 બેઠકો પર પ્રવેશ માટેની તક, પરીક્ષા 11 થી 28 માર્ચ 2024 દરમિયાન યોજાશે.

Navbharat

વિશ્વના ટોચના 2 ટકા વૈજ્ઞાનિકોમાં વાઈસ ચાન્સેલર સહિત 3 CUG વૈજ્ઞાનિકો

Navbharat

NTA DU, BHU, JNU અને અન્ય યુનિવર્સિટીઓ માટે સામાન્ય પીએચડી પ્રવેશ પરીક્ષાનું આયોજન કરશે

Navbharat