NavBharat
Tech

Xiaomi સ્માર્ટફોનના યુઝર્સ માટે મોટા સમાચાર! ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે Redmi 13C, જાણો ફીચર્સ અંગેની માહિતી

ભારતીય ગ્રાહકો દ્વારા Xiaomi સ્માર્ટફોન ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારતીય માર્કેટમાં આ સીરિઝમાં એક નવો સ્માર્ટફોન એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. Redmi 13C સ્માર્ટફોનને લઈને લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, આ સ્માર્ટ ફોન આ વર્ષે જ લોન્ચ થવાની સંભાવના છે.

ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયો ફોન

Redmi 13C એ ભારતમાં Redmi 12Cના અનુગામી તરીકે લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો Redmi 13Cનું ભારતીય વેરિઅન્ટ વૈશ્વિક વેરિઅન્ટ જેવું જ હોઈ શકે છે. ખબર છે કે આ ફોનને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Redmi 13Cના ફીચર્સ

જો કે, કંપની દ્વારા ભારતમાં Redmi 13Cના લોન્ચને લઈને હાલમાં કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે Redmi 13C ના ચિપસેટ અને કેમેરાની વિગતો વૈશ્વિક વેરિઅન્ટ જેવી હશે. કંપની દ્વારા Redmi 13C ને MediaTek Helio G85 ચિપસેટ સાથે રજૂ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોન 6.74 ઇંચ LCD ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ સાથે લાવવામાં આવ્યો હતો. Redmi 13C સ્માર્ટફોન 4GB + 4GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવ્યો હતો.

કેમેરા વિશે વાત કરીએ તો, કંપનીએ ને Redmi 13Cને 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા, 2-મેગાપિક્સલ ડેપ્થ અને 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા સાથે રજૂ કર્યો હતો. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હતો. Redmi 13C કંપની દ્વારા 5,000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ ફીચર સાથે લોન્ચ થયો હતો. Redmi 13C સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 આધારિત MIUI 14 ઓપરેટિંગ સિસ્ટમની સુવિધા હતી.

Related posts

ઇસરોએ ‘ઉત્કૃષ્ટ સિદ્ધિ’ કેટેગરીમાં વર્ષ 2023 માટે “ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડ” એનાયત કર્યો હતો

Navbharat

ISRO એ ADITYA-L1 ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી

Navbharat

હવે UPI અને AI નો ઉપયોગ કરીને વાતચીતની ચુકવણી કરો: RBI

Navbharat