NavBharat
Education

SSC GD કોન્સ્ટેબલની 75,768 જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ!

સ્ટાફ સિલેક્શન કમિશને SSC કોન્સ્ટેબલ (GD) કોન્સ્ટેબલ ભરતી, 2023 માટે એક મહત્ત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. માહિતી મુજબ, 24 નવેમ્બરથી આસામ રાઈફલ્સ પરીક્ષા, 2023માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF), SSF, NIA અને રાઈફલમેન (GD) માટેની અરજી પ્રક્રિયા શરૂ થશે. આ ભરતી અભિયાન થકી કુલ 75,768 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને 28 ડિસેમ્બર સુધીમાં નોંધણી કરી શકે છે.

SSCની સત્તાવાર સૂચના અનુસાર, અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર છે. જ્યારે ફેબ્રુઆરી, 2024માં કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં લેવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે 0.50 ગુણનું નેગેટિવ માર્કિંગ હશે. CBE પછી શારીરિક ધોરણ પરીક્ષણ (PST), શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET), તબીબી પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી અનુસરવામાં આવશે. આ પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

ભરતીની વિગતો:
BSF – 27,875
CRPF – 25,427
CISF – 8,598
SSB – 5,278
AR-4,776
ITBP- 3,006
SSF- 583
NIA – 225

Related posts

ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ વિશ્વમાં વિકસાવવાની જરૂર છે : શ્રી અજય બંગા પ્રેસિડેન્ટ વર્લ્ડ બેંક

Navbharat

ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ડેકિન યુનિવર્સિટી કેમ્પસ

Navbharat

NEP 2020 વિદ્યાર્થીઓ માટે શીખવાનો અનુભવ વધારવા માટે

Navbharat