પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ NLC ઇન્ડિયા લિમિટેડ તેના વિવિધ એકમોમાં ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ટ્રેઇની (GET)ની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એનએલસીમાં આ ભરતીઓના માધ્યમથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કમ્પ્યુટર અને માઇનિંગ સહિત વિવિધ વિષયમાં કુલ 295 જગ્યાઓ ભરવામાં આવશે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો આ ભરતી માટે તેની અધિકૃત વેબસાઇટ પર ડિસેમ્બર 21, 2023 અથવા તે પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે. 22 નવેમ્બર, 2023થી આ પદો માટે અરજીઓની ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે.
નોટિફિકેશન મુજબ, ઉપલબ્ધ કુલ 295 ખાલી જગ્યાઓમાંથી 17 માઇનિંગ, 21 કોમ્પ્યુટર ટ્રેડ, 28 સિવિલ, 109-ઇલેક્ટ્રીકલ અને 120 મિકેનિકલ ટ્રેડ માટે છે. આ સાથે ઉમેદવારોને સંપૂર્ણ સૂચના વાંચ્યા પછી જ ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે ખોટી રીતે ભરેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
મહત્ત્વની તારીખો:
ઑનલાઇન અરજીની શરૂઆત નવેમ્બર 22, 2023થી થઈ ચૂકી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 21, 2023 છે. ઓનલાઈન ફીની ચુકવણી માટેની છેલ્લી તારીખ ડિસેમ્બર 21, 2023 અને અરજી/ફી જમા કરાવવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 22, 2023 નક્કી કરેલ છે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
અલગ અલગ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની પાત્રતા અલગ અલગ છે. આવી સ્થિતિમાં, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને શૈક્ષણિક લાયકાત અને વય સંબંધિત વિગતો ચકાસી શકે છે.