NavBharat
Education

રેલવેમાં આ પદ માટે ભરતીની જાહેરાત! જાણો પરીક્ષા, વય મર્યાદા અને અરજી ફી સંબંધિત સંપૂર્ણ માહિતી

રેલવે વિભાગ દ્વારા સમયાનુસાર વિવિધ પદ માટે ભરતી બાહર પાડવામાં આવતી હોય છે. ત્યારે હવે રેલવે ક્લેમ ટ્રિબ્યુનલ વારાણસી બેંચ દ્વારા પટાવાળાની 2 જગ્યાઓ પર ભરતી માટે સત્તાવાર સૂચના જાહેર કરી છે. આ ભરતીઓ રેલવે ક્લેમ ટ્રિબ્યુનલના નિયમો અને શરતો અનુસાર કરવામાં આવશે. નોટિફિકેશન મુજબ, પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવશે. ભરતી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા 4 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 11:30 વાગ્યે લેવામાં આવશે. ઉમેદવારોએ તેમના અરજીપત્રક અને દસ્તાવેજો સાથે નિયત તારીખ અને સ્થળે પહોંચવાનું રહેશે. એટલે કે ઉમેદવારોએ પોસ્ટ દ્વારા અરજીપત્ર મોકલવાની જરૂર નથી.

અરજી ફી, વય મર્યાદા

સૂચના અનુસાર, અરજદારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. એટલે કે, તમને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચુકવવાની રહેશે નહીં. ભરતી માટે વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને પણ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા

અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવું જોઈએ. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ અને દસ્તાવેજોના આધારે કરવામાં આવશે.

પગાર

પસંદ કરાયેલા લોકોને કોન્ટ્રાક્ટ/આઉટસોર્સિંગ પટાવાળા/સફાઈ કામદારના મહેનતાણા પર તૈનાત કરવામાં આવશે. વધુ વિગતો નોટિફિકેશનમાં ચકાસી શકાય છે.

Related posts

પારુલ યુનિવર્સિટીના યુજીસીએ ઓનલાઈન એમબીએ પ્રોગ્રામને મંજૂરી આપી : અરજીની અંતિમ તારીખ નજીક આવી રહી છે

Navbharat

સ્કિલ ઇન્ડિયા ડિજિટલ એ તમામ કૌશલ્ય પહેલોને એકસાથે લાવવા માટે એક અદ્યતન પ્લેટફોર્મ છે – શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

Navbharat

ગાંધીનગર જીલ્લા રોજગારકચેરી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું, 4 અને 5 તારીખે યોજાશે જોબ ફેર

Navbharat