NavBharat
Business

સેન્સેક્સમાં બુધવારે રેકોર્ડબ્રેક ઉછાળો, બજાર સતત ગ્રીન સિગ્નલ પર રહેતા બજારમાં રોકાણકારો ખૂશી બમણી

સેન્સેક્સમાં બુધવારે રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 69,599 પર પહોંચ્યો હતો અને નિફ્ટી 100 પોઈન્ટના વધારા સાથે 20,955 પર જોવા મળ્યો છે. બજાર સતત ગ્રીન સિગ્નલ પર રહેતા બજારમાં રોકાણકારો ખૂશી બમણી થઈ રહી છે.  સેન્સેક્સમાં ગત શુક્રવારથી ગ્રીન સિગ્નલનો આંક જોવા મળી રહ્યો છે ત્યારે આ સપ્તાહના ત્રીજા દિવસે પણ સેન્સેક્સ રેકોર્ડ બ્રેક ગતિએ આગળ વધતો જોવા મળી રહ્યો છે. 

સોમવાર-મંગળવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળા બાદ બુધવારે પણ રેકોર્ડબ્રેક ઉછાળો જારી રહ્યો છે. બજારના મુખ્ય સૂચકાંકો પણ સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, BSE સેન્સેક્સ પ્રથમ વખત 303 પોઈન્ટ વધીને 69,599 પર પહોંચ્યો હતો અને નિફ્ટી 100 પોઈન્ટના વધારા સાથે 20,955 પર પહોંચ્યો હતો.

વિશ્લેષકોના મતે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તેમની વેચાણ વ્યૂહરચના બદલી છે અને છેલ્લા સાત દિવસ દરમિયાન સતત ખરીદી કરી છે. તેમણે કહ્યું કે આ ગતિ ભારતીય બજારમાં સંસ્થાકીય રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. ત્યારે અન્ય કેટલાક ફેક્ટર જેમ કે, પરીણામો આવ્યા ત્યારથી આ અસર પણ જોવા મળી રહી છે. 

ભારતીય બજારમાં વિદેશી મૂડીનો પ્રવાહ ચાલુ રહેવાને કારણે મંગળવારે સવારના વેપારમાં મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટીએ પહોંચવાથી રોકાણકારોની સંપત્તિમાં કરોડનો વધારો થયો છે. વિશ્લેષકોના મતે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તેમની વેચાણ વ્યૂહરચના બદલી છે અને છેલ્લા સાત દિવસ દરમિયાન સતત ખરીદી કરી છે. તેમણે કહ્યું કે આ ગતિ ભારતીય બજારમાં સંસ્થાકીય રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.

આ સાથે કેટલાક શેરોમાં લેવાલી જોવા મળી રહી છે. અદાણી સહીતના શેરોમાં ગતિ આવતા રોકાણકારોને પણ ફાયદો થયો હતો. આ સાથે કેટલાક વિવિધ સેક્ટરના શેરોમાં પણ ક્યાંક ગ્રીન સિગ્નલ તો ક્યાંક લાલ નિશાન જોવવા મળ્યા હતા. 

Related posts

MPC: ખાદ્યપદાર્થોની કિંમતોએ RBIને દર 6.5% પર જાળવી રાખવાનો સંકેત આપ્યો

Navbharat

અસલી અને નકલી GST બિલ કેવી રીતે ઓળખવું? આ સરળ રીત તેમને કરી શકે છે મદદ!

Navbharat

બંધન મ્યુચ્યુઅલ ફંડ બંધન નિફ્ટી અલ્ફા 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરે છે

Navbharat