NavBharat
Tech

શાનદાર કેમેરા વિકલ્પ સાથે લોન્ચ થશે Realme GT 5 Pro! જાણો તેના ફીચર્સ અને સ્ટોરેજ વિશે

Realme GT 5 Pro ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, રિયલમીના આ નવા ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા યુનિટ હોઈ શકે છે. તેમાં સોનીનું નેક્સ્ટ જનરેશન LYTIA T808 સેન્સર સામેલ હોવાની શક્યતાઓ છે. જો કે, આ ફોન ક્યારે લોન્ચ થશે તેની માહિતી હાલ આપવામાં આવી નથી.

મીડિયા અહેવાલ અનુસાર, અપકમિંગ ફોન Realme GT 5 Pro ટ્રિપલ રિયર કેમેરા સાથે ઓફર કરી શકાય છે. તેમાં Sony LYTIA LYT808 પ્રાથમિક સેન્સર, OmniVision OV08D10 સેકન્ડરી સેન્સર અને Sony IMX890 ટેલિફોટો સેન્સર હોવાની સંભાવના છે. સૂત્રો મુજબ, સ્માર્ટફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા હશે, જેમાં 50 મેગાપિક્સલ સેન્સર અને 8 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા હશે. ફોનના આગળના ભાગમાં 32-મેગાપિક્સલ સેન્સર આપવામાં આવી શકે છે.

Realme એ તાજેતરમાં તેના આગામી સ્માર્ટફોનનું નામ જાહેર કર્યું છે જે Realme GT 5 Pro છે. આ ફોન Qualcommના નવા Snapdragon 8 Gen 3 SoC પર કામ કરી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, Realme GT 5 Proમાં 6.78 ઇંચ AMOLED ડિસ્પ્લે હોઈ શકે છે. તે 128GB, 256GB, 512GB અને 1TB સ્ટોરેજ સાથે 8GB, 12GB અને 16GB રેમ વિકલ્પો સાથે આવવાની અપેક્ષા છે. તેમાં 100W વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે 5400mAh બેટરી આપવામાં આવી શકે છે.

Related posts

POCO માત્ર આટલા રૂપિયામાં ઑફર કરશે 256GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન! જાણો તેના ફીચર્સ

Navbharat

ઇસરોએ 14 જુલાઈ માટે ચંદ્રયાન 3 મિશન લોન્ચની તારીખની પુષ્ટિ કરી

Navbharat

શાઓમી ઇન્ડિયા, એમેઝોન અદ્યતન ફાયર ટીવી બિલ્ટ-ઇન અને રેડમી સ્માર્ટ ફાયર ટીવી 4K 108cm સાથે 4K જોવાનો અનુભવ લાવવા હાથ મિલાવે છે

Navbharat