NavBharat
Business

RBIએ ચાર નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, શું આ વખતે પણ મળશે રાહત

RBIએ ચાર નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ત્યારે શું આ વખતે પણ રાહત મળશે કે કેમ તે અંગેનો પણ ઝડપી નિર્ણય આ સપ્તાહમાં જ લેવાશે. ખાસ કરીને અગાઉ મોંઘવારી અને ફૂગાવા પર કાબૂ મેળવવાના હેસુતર આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.  

RBIએ છેલ્લી ચાર નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરીમાં વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો.ત્યારે સૌ કોઈની નજર ફરી આરબીઆઈ પર છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ 8 ડિસેમ્બરે છ સભ્યોની MPCના નિર્ણયની જાહેરાત કરશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક ગઈકાલ બુધવારથી શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે MPC આ વખતે પણ પોલિસી રેટ રેપોને યથાવત રાખી શકે છે. તેનું મુખ્ય કારણ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષિત જીડીપી વૃદ્ધિ દર અને ફુગાવામાં નરમાઈ છે. ઉલ્લેખનીય છે કે, ખાદ્ય ચીજવસ્તુઓના નીચા ભાવને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઘટીને 4.87 ટકા થયો હતો. તેની ઓક્ટોબરની નાણાકીય નીતિ સમીક્ષામાં, MPCએ 2023-24માં છૂટક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. સરકારે રિટેલ ફુગાવો બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાની જવાબદારી આરબીઆઈને આપી છે.

મીડીયા રીપોર્ટ અનુસાર RBI 2023-24 માટે GDP અનુમાન 6.5 ટકાથી વધારીને 6.8 ટકા કરી શકે છે. જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો અનુમાન 5.4 ટકા પર યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. માઇનિંગ અને સર્વિસ સેક્ટરના સારા પ્રદર્શન સાથે, દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6 ટકા રહ્યો હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે 6.2 ટકા હતો. આ સાથે, ભારત વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હાંસલ કરનાર દેશ છે. જેથી આ સંભાવનાઓ પણ રહેલી છે. 

Related posts

DGCA એ કેટલીક શરતો સાથે ગો ફર્સ્ટની ફ્લાઇટ પુન: શરૂ કરવાની યોજનાને મંજૂરી આપી છે

Navbharat

દિવાળી પછી આવ્યા સારા સમાચાર, ગેસ સિલિન્ડર ભાવમાં થયો રૂ.57.5નો ઘટાડો, જાણો હાલના ભાવ!

Navbharat

ટાટા મોટર્સએ તદ્દન નવી Intra V70 પિકઅપ, Intra V20 ગોલ્ડ પિકઅપ અને Ace HT+ લોન્ચ કરી

Navbharat