NavBharat
Entertainment

રણબીરની એનિમલ ફિલ્મે બ્રહ્માસ્ત્ર કરતા પણ નિકળી આગળ, વિશ્વ ભરમાં 520 કરોડ કરતા વધુ કમાણી 

રણબીર કપૂરની સુપરહીટ સાબિત થયેલી ફિલ્મ એનિમલે રણબીરની જ ફિલ્મનો જ રેકોર્ડ તોડ્યો છે. વિશ્વભરમાં 527.60 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. રણબીર કપૂરની ફિલ્મે રિલીઝના છઠ્ઠા દિવસે આ સિદ્ધિ મેળવી છે. જો કે, બ્રહ્માસ્ત્ર કરતા આ ફિલ્મ વધુ કમાણીમાં આગળ નિકળી ગઈ છે કેમ કે, બ્રહ્માસ્ત્રની કમાણી 500 કરોડ સુધી પહોંચી શકી નહોતી. રણબીરની અગાઉ આવેલી કેટલીક ફિલ્મો ફ્લોપ રહી હતી ત્યારબાદ બ્રહ્માસ્ત્ર અને એનિમલ ફિલ્મથી નવી ઓળખ મેળવી લીધી છે. આ તેની કારકિર્દીની બીજી શ્રેષ્ઠ ફિલ્મ બની છે. 

એનિમલ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. જો કે તે હજુ પણ શાહરૂખની ફિલ્મ જવાનથી પાછળ છે. જવાને પહેલા 6 દિવસમાં 345.08 કરોડ રૂપિયાનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતુ જ્યારે એનિમલે આ 6 દિવસમાં 312.96 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

એનિમલ આ વીકેન્ડ સુધીમાં 600 કરોડ સુધીની કમાણી કરી શકે છે ત્યારે અગાઉ રલીઝ થયેલી બ્રહ્માસ્ત્રનું વિશ્વભરમાં 418 કરોડનું કલેક્શન હતું. એનિમલ પછી રણબીર કપૂરની 2018 માં રિલીઝ થયેલી સંજુ છે, જેણે વિશ્વભરમાં રૂ. 586 કરોડનો બિઝનેસ કર્યો હતો.

વીકેન્ડમાં મોટી કમાણી કરશે ફિલ્મ 
વર્લ્ડ વાઈડ 527 કરોડથી વધુ કમાણી એનિમલની થઈ છે જ્યાકે ઈન્ડીયન કલેક્શનમાં 300 કરોડ રૂપિયાની કમાણી એનિમલે કરી છે. બુધવારે આ ફિલ્મે 29.61 કરોડ રૂપિયાનું ડોમેસ્ટિક લેવલે બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. દેશમાં ફિલ્મનું કુલ કલેક્શન 312.96 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ આંકડા તમામ ભાષાઓ માટે છે. 

ખાસ કરીને ફિલ્મ દરરોજ 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ પોતાનામાં જ મોટી વાત છે. આ વીકએન્ડમાં ફિલ્મ જોરદાર બિઝનેસ કરવા જઈ રહી છે. કેમ કે, શનિ અને રવિવારની રજાઓમાં મોટી સંખ્યામાં ફિલ્મને ઓડીયન્સ મળી શકે છે. 

Related posts

જેલર મૂવી સમીક્ષા

Navbharat

સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મદિવસ

Navbharat

MTV અને Shaheen Bhatt એમટીવી ક્વેશ્ચન માર્કસ માટે એકત્ર આવે છેઃ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે વિચારધારાના રિઓરિયેન્ટેશન માટે વર્કશોપ

Navbharat