NavBharat
Tech

રણબીર કપૂરની ફિલ્મ એનિમલે બોક્સ ઓફિસ પર કરી કમાલ, વીકેન્ડમાં માન્યામાં ન આવે એટલી થઈ કમાણી

રણબીર કપૂરની ફિલ્મ એનીમલને દર્શકો તરફથી જબજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનિમલ સતત બોક્સ ઓફિસ પર મોટા રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે માત્ર 2 દિવસમાં વિશ્વભરમાં 236 કરોડ રૂપિયાની કમાણી કરીને શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે ભારતમાં માત્ર 2 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

ફિલ્મ એક પછી એક કમાણીના રેકોર્ડ સર્જી રહી છે. તેમાં પણ ખાસ કરીને વીકેન્ડમાં ફિલ્મને સારી એવી બંપર કમાણી થઈ હતી. એનિમલમાં રણબીરનો નવો અવતાર, રશ્મિકા સાથેની જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ ફિલ્મમાં રણબીરને પહેલાવાર આ પ્રકારે નવા અંદાજમાં એક્શન કરતો જોવાનો લ્હાવો મોટા પડતા પર લઈ રહ્યા છે. આ સાથે જ બોબી દેઓલને પણ અલગ  અંદાજમાં ફિલ્મમાં ડિરેક્ટરે દર્શાવ્યો છે.

 ટ્રેડ એક્સપર્ટ મુજબ ફિલ્મ એનિમલ તેની રિલીઝના બીજા દિવસે એટલે કે 2જી ડિસેમ્બરે વિશ્વભરમાં 236 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મે બીજા દિવસે ભારતમાં 59 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે વિશ્વભરમાં ફિલ્મે 115 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે શનિવારે સાઉથ ઝોનમાં ઓપનિંગ ડે પર 15 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ઉપરાંત રવિવારે વીકેન્ડમાં પણ તગડી કમાણી ફિલ્મે કરી હતી, ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ફિલ્મ આગામી દિવસોમાં પણ વધુ કમાણી કરશે. 

રણબીર કપૂરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓપનિંગના મામલામાં ખૂબ જ સફળ સાબિત થઈ છે. ફિલ્મમાં એક્શન સીન અદભૂત બતાવવામાં આવ્યા છે. આ સાથે જ ફિલ્મના ટ્રીઝર અને ટ્રેલરને દર્શકોનો જે રીતે પ્રતિસાદ મળ્યો હતો ત્યાર બાદ ફિલ્મે એક પછી એક કમાણીના આયામો પણ સર કર્યા છે. શાહરૂખ ખાનના જવાન જેવું કલેક્શન આ પહેલાં કોઈ ફિલ્મમાં નહોતું અને એનિમલ જેવી ફિલ્મ આ મામલામાં પણ ખૂબ સફળ સાબિત થઈ રહી છે. ફિલ્મથી રણબીર કપૂરને પણ હવે સુપરસ્ટારનો ખિતાબ મળી ગયો છે.તેણે બ્રહ્માસ્ત્ર અને સંજુથી સાબિત કરી દીધું હતું કે તે મોટી ઓપનિંગ આપી શકે છે. 

Related posts

GoDaddy માઈક્રોસોફ્ટ 365 ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોને પ્રોફેશનલ્સ ઈમેલ અને વ્યવસાયિક કાર્યક્ષમતા સાથે સશક્ત બનાવે છે

Navbharat

વિજ્ઞાનીઓ કહે છે કે મંગળ તેના ભૂતકાળમાં અમુક સમયે રહેવા યોગ્ય હોઈ શકે છે

Navbharat

કેન્દ્ર સરકારે ગાળિયો કસ્યો! મહાદેવ એપ સહિત 22 ઓનલાઇન એપ અને વેબસાઇટ પર લાદ્યો પ્રતિબંધ!

Navbharat