રમા એકાદશી દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઊજવવામાં આવે છે. તે મુજબ, આ વર્ષે રમા એકાદશી 9 નવેમ્બર ગુરુવારે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.
NavBharat
Spiritual

આ દિવસે ઊજવાશે રમા એકાદશી! જાણો પૂજા વિધિ, શુભ સમય અને તેના મહત્ત્વ વિશે

રમા એકાદશી દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઊજવવામાં આવે છે. તે મુજબ, આ વર્ષે રમા એકાદશી 9 નવેમ્બર ગુરુવારે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. તેમ જ ભગવાન વિષ્ણુ માટે એકાદશી વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, રમા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તને સાંસારિક સુખની પ્રાપ્ત થાય છે. સાથે જ ભક્તના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. આવો, જાણીએ પૂજાની રીત, શુભ સમય અને પારણાના સમય અંગે-

પારણાનો સમય

10મી નવેમ્બરે ભક્તો સવારે 06:39થી 08:50 સુધી પૂજા-અર્ચના કરીને પારણા કરી શકે છે. આ દિવસે દ્વાદશી તિથિ બપોરે 12.35 કલાકે સમાપ્ત થઈ રહી છે.

શુભ સમય

પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી 8 નવેમ્બરના રોજ સવારે 08:23 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 9 નવેમ્બરે સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષીઓ મુજબ, 08 નવેમ્બરના રોજ સવારે 08 વાગ્યા સુધી દશમી તિથિ રહેવાના કારણે 09 નવેમ્બરે એકાદશી વ્રત રાખવામાં આવશે.

જાણો, પૂજાની પદ્ધતિ

એકાદશી તિથિએ બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઊઠીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને દિવસની શરૂઆત કરો. રોજિંદા કામ પતાવીને અનુકૂળ હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરો. જો કે, સુવિધા ન હોય તો ગંગાજળવાળા પાણીથી સ્નાન કરો. આ સમયે વ્રત કરીને પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. હવે સૌ પ્રથમ ભગવાન સૂર્યને લાલ રંગ મિશ્રિત જળ અર્પણ કરો. આ પછી પૂજા ખંડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની તસવીરોને એક એક ચૌકી પર સ્થાપિત કરો.

હવે કલશ સ્થાપિત કરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેથી પીળા રંગના ફળ, ફૂલ, કેસર મિશ્રિત ખીર અર્પણ કરો. આ સમયે ભગવાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને મંત્રોનો જાપ કરો. પૂજાના અંતે આરતી કરો અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરો. દિવસભર ઉપવાસ રાખો. દિવસે પૂજા કરીને ઉપવાસ તોડો. આ સમયે જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને દાન કરવાનું પણ મહત્ત્વ છે.

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related posts

વર્ષ 2024માં ચાર ગ્રહણ જોવા મળશે, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થશે, એક ક્લિક પર જાણો તારીખ અને સમય 

Navbharat

મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી બાર જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા

Navbharat

મનોપ્રવેશ સ્વામી રામાનંદ ગુરુજીએ નવીનતમ સુધારાઓ સાથે જ્યોતિષ વેબસાઇટ શરૂ કરી

Navbharat